વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત ટીપી શાખા દ્વારા હાથ ધરાયું ઓપરેશન: છાપરાના દબાણો દૂર કરી 81.50 ચો.મીટર જગ્યા ખૂલ્લી કરાવાઇ
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.10 અને 11માં સમાવિષ્ટ થતા નાનામવા રોડ પર ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અલગ-અલગ 83 સ્થળોએ માર્જીનમાં ખડકાયેલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા અને 81.50 ચો.મીટર જગ્યા ખૂલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે આજે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના નાનામવા રોડ પર પાર્કિંગ અને માર્જીનમાં ખડકાયેલા દબાણો દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત શ્રીગણેશ પ્રોવિઝન સ્ટોર્સ, આશી એન્ટરપ્રાઇઝ, નસીબ ફેબ્રીકેશન, પંચશીલ જનરલ સ્ટોર્સ, શિવ પાન, ચામુંડા પ્રોવિઝન સ્ટોર્સ, હેન્ડીકેપ નાસ્તા, ક્લાસીક પાન, જેન્ટલમેન મેન્સ વેર, જસાણી પ્રોવિઝન, રાઠોડ ચિલ્ડ્રન વેર, હરસિધ્ધી હોઝયરી, અંજલી કટલેરી, એસ.કે. પ્રોવિઝન, દ્વારકાધીશ ટી સ્ટોલ, ગણેશ કટલેરી, અનિલ સારીઝ, અજંતા મોબાઇલ, એક્વાલીન આરો, જય માંડવરાય પાન, આશાપુરા ટી પોઇન્ટ, ગાત્રાળ પાન, આશિર્વાદ મંડપ, જય ભેરૂનાથ કચોરી એન્ડ સમોસા, વાય નોટ જીમ, સિધ્ધેશ્ર્વર ઢોસા, દિક્ષા ટ્રેલર, રૂપલ ફરસાણ, ખુશાલી મોબાઇલ, કુમકુમ કોટન વર્ક્સ, સમ્રાટ સિઝન સ્ટોર્સ, રિયાંસી જનરલ સ્ટોર્સ, સુપર માર્કેટ, મહાદેવ ડિલક્ષ પાન, મોબાઇલ ટી સ્ટોલ, શિવ સેલ્સ એજન્સી, મેલડી કૃપા પ્રોવિઝન સ્ટોર્સ, હાયપર હાર્ડવેર, હરિઓમ પ્રોવિઝન, ચાર્મીઝ બ્યૂટી શોપ, ડો.કેયુર ઉકાણી, નકલંક ટી સ્ટોલ, પટેલ ઓટો, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર, ઓમ ક્લીનીક, હોમ સોડા પોઇન્ટ, વોલ્વો પાવર ટુલ્સ, અમૂલ પાર્લર, શુભ ઇલેક્ટ્રીક દ્વારકેશ હાર્ડવેર, મોબાઇલ પાન, રાજ ઇલેક્ટ્રીક, રાધે હેર સલૂન, સમર્થ ક્લિનીક, મારૂતિ હાર્ડવેર અને પટેલ પાન દ્વારા માર્જીન અને પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં અને 81.50 ચો.મીટર જમીન ખૂલ્લી કરાવવામાં આવી છે.