સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત

સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.15/10/2023થી તા.16/12/2023 દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.11/11/2023થી તા.17/11/2023 દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 83 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 9.95 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે  વોર્ડ નં.02,03,07,13,14 તથા 17ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ,પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકોને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન મધ્ય ઝોન વિસ્તારમાં કુલ-28 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને 05 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ.વોર્ડ નં.01,08, 09,10,11 તથા 12 ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ,પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન પશ્ચિમ ઝોન વિસ્તારમાં કુલ-14 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને 3.75 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ.

વોર્ડ નં.04,05, 06,15,16 તથા 18માં ન્યું સન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન પૂર્વ ઝોન વિસ્તારમાં કુલ-39 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને 1.2 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.