મોરબીના ૩ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં, ૫૫ વિદ્યાર્થીઓને એ- ટુ ગ્રેડ સાથે ઉત્તીર્ણ
આજે જાહેર થયેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ ૮૩.૬૩ ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં સારો દેખાવ કરવામાં સફળ રહ્યા છે, જો કે સમગ્ર રાજ્યમાં પરિણામ ઘટ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં એ- વેન અને એ- ટુ ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજે જાહેર થયેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમોમાં સમગ્ર રાજ્યનું ૭૨.૯૯ ટકા પરિણામ આવ્યું છે જેમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ ૮૩.૮૬ ટકા પરિણામ લાવવામાં સફળ રહ્યા છે. માર્ચ ૨૦૧૮ માં લેવાયેલ ધોરણ ૧૨ ની પરીક્ષામાં મોરબી જિલ્લામાં કુલ ૨૬૩૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૩ વિદ્યાર્થીઓને એ- વન ગ્રેડ, ૫૫ વિદ્યાર્થીઓને એ-ટુ ગ્રેડ, ૨૨૨ વિદ્યાર્થીઓને બી – વન ગ્રેડ, ૩૬૦ વિદ્યાર્થીઓને બી – ટુ ગ્રેડ, ૫૯૧ વિદ્યાર્થીઓને સી- વન અને ૬૮૫ વિદ્યાર્થીઓને સી- ટુ ગ્રેડ મળ્યો છે.
દરમિયાન ૨૮૬ વિદ્યાર્થીઓ ડી ગ્રેડ સાથે પાસ થયા છે ઉપરાંત ૪૩૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શક્યા ન હોવાનું જાહેર કરાયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com