CBSE ધોરણ 12નું પરિણામો જાહેર થઈ ગયું છે.પરિણામ 83.01 ટકા આવ્યું છે. તમામ રીઝનના પરિણામ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશને એક સાથે જ જાહેર કર્યા છે. જેમાં સૌથી વધુ ત્રિવેન્દ્રમનું 97.32 ટકા, ચેન્નાઈનું 93.8 ટકા અને દિલ્હીનું 89 ટકા પરિણામ આવ્યું છે.
CBSE class 12th results for the academic session 2017-18 have been announced. pic.twitter.com/f1pE908jAv
— ANI (@ANI) May 26, 2018
ગાઝીયાબાદની વિદ્યાર્થિની મેઘના શ્રીવાસ્તવે 500માંથી 499 માર્ક મેળવી ટોપ કર્યું છે. રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટની DPS સ્કૂલનું 100% રિઝલ્ટ આવ્યું છે. પરિણામ CBSEની વેબસાઈટ cbseresults.nic.in અને cbse.nic.in પર જાહેર થયા છે. આ વખતે CBSE ના 12મા ધોરણનું પરિણામ www.google.com ગૂગલના સર્ચ પેજ પર પણ ઉપલબ્ધ છે.
#CBSEResult2018 for Class 12th: Overall pass percentage is 83.01% & the top three regions are Trivandrum (97.32%), Chennai (93.87%) and Delhi (89%). Meghna Srivastava, from Ghaziabad, has topped the exams with 499 marks out of 500.
— ANI (@ANI) May 26, 2018
CBSEમાં 12મા ધોરણની પરીક્ષા 13 એપ્રિલ સુધી ચાલી હતી. પેપર લીક થયા બાદ CBSEએ 12મા ધોરણનું અર્થશાસ્ત્રનું પેપર ફરી 25 એપ્રિલે લીધું હતું.જે બાદ આશંકા વ્યક્ત કરાઈ હતી કે 12મા ધોરણનું પરિણામ મોડું જાહેર થશે. પરંતુ ગત વર્ષની તુલનાએ પણ બે દિવસ વ્હેલું પરિણામ જાહેર કરાયું છે.ગત વર્ષે CBSEના 12માનું પરિણામ 28મી મેનાં રોજ જ્યારે 10માનું પરિણામ 3જી જૂને જાહેર કરાયું હતું. માનવ સંસાધન મંત્રીના સચિવ અનિલ સ્વરૂપે ટ્વીટ કરી રિઝલ્ટની તારીખ જણાવી હતી અને 12મા ધોરણના તમામ છાત્રોને ઓલ ધ બેસ્ટ કહ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com