લેઝર લાઇટ આપવાના બહાને ઘરે બોલાવી બે બાળકો સાથે અપ્રાકૃતિક કૃત્ય આચાર્યુ
એક બાળકે સમગ્ર ઘટનાનો ઉતરેલો વીડિયો અને મજબૂત સાંક્ળ સજા તરફ દોરી ગઈ: સરકારી વકીલ કાર્તિકય પારેખ
ઉપલેટા શહેરમાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ગુનામાં 82 વર્ષના વુધ્ધને ધોરાજી ની અદાલતે 20 વર્ષની સજાનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટા શહેરમાં 12 વર્ષ પુત્ર અને તેના મિત્રને અકબર અહેમદ કાદરી એ પોતાની ઘરે બોલાવી અને લેઝર લાઇટ આપવાની લાલચ આપી, બાદ વારાફરતી બંને બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલું હતું. આ અંગે કોઈને વાત કરશો તો યતીમ ખાનામાં મોકલી આપીશ તેવી ધમકી આપેલી હતી. પરંતુ એક ભોગ બનનાર બાળકે આખા બનાવનો વિડીયો ઉતારી લીધેલો હતો. બાદ 80 વર્ષના અકબર અહેમદ કાદરી સામે પોકસો એક્ટ અને કલમ 377 મુજબ ગુનો દાખલ કરેલો હતો. આ ગુનામાં તપાસ દરમિયાન અકબર અહેમદ કાદરીએ ઉપલેટાના સરકારી હોસ્પિટલના તબીબ સમક્ષ બાળકો સાથેના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કબુલાત આપેલી હતી.
આ આખા બનાવ બાદ ચાર્જશીટ થયેલું ભોગ બનનાર બાળકો વર્નરેબલ વીટનેસ હોય, પૂરતી કાળજીપૂર્વક તેમની જુબાની નોંધવામાં આવેલી અને બાળકોએ આંખો બનાવ અદાલત સમક્ષ વર્ણવેલો હતો. આરોપી અકબર અહેમદ કાદરી ને ઓળખી બતાવેલા હતા. બાદ સંયોગીક પુરાવાઓ નોંધવામાં આવેલા હતા અને તપાસ કરનાર અધિકારી હેમેન્દ્ર માણસુરભાઈ ધાંધલ ની જુબાની લેવામાં આવી હતી. આ વીડિયો ક્લિપ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પણ મોકલવામાં આવેલી અને તે ટેમ્પોર્ડ થયેલી નથી તેવા પુરાવા સરકારી વકીલ તરફથી રજૂ કરવામાં આવેલા હતા. વિશેષમાં સરકારી વકીલ તરફથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી નો બાયોલોજી અને શિરોલોજી રિપોર્ટ ઉપર પણ ભાર દઈ જણાવેલું હતું.
ભોગ બનનાર બાળકના ટીશર્ટ ઉપર આરોપી અકબર અહેમદ કાદરીના વીર્યના ડાઘા મળી આવેલા છે. આ તમામ સંજોગો ધ્યાને લેવામાં આવે અને આરોપી સાથે તેમની ઉંમરને જોઈને દયા રાખી શકાય નહીં તેવા કૃત્યને જોઈને તકસીરવાન ઠરાવવા જોઈએ અને કડકમા કડક સજા કરવી જોઈએ તેવી રજૂઆત ધોરાજીના એડિશનલ પબ્લિક પ્રોસિપ્યુટર કાર્તિકેય પારેખએ કરી હતી.સામા પક્ષ તરફથી પણ દલીલો કરવામાં આવેલી હતી અને ખાસ કરીને પોલીસના પંચનામાં પુરવાર થયેલા નથી.
સામા પક્ષ તરફથી ડોક્ટરને રીકોલ કરવામાં આવેલા અને તેમની ફરીથી જુબાની બચાવવાનો પ્રયત્ન પણ કરેલો હતો. ભોગ બનનાર બાળકો સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું નથી તેવું રેકર્ડ ઉપર લાવવા માટે પ્રયત્ન કરેલો હતો. પરંતુ સરકારી વકીલ તરફથી કરવામાં આવેલી દલીલમા આરોપીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કબૂલ રાખે છે. બાળકોની ઉંમર માત્ર 12 વર્ષ છે. પછી તેમાં બળજબરી હોય કે સહમતી હોય તેનું કોઈ મૂલ્ય નથી.
બંને પક્ષોની દલીલોને અંતે સરકારી વકીલની દલીલ ધ્યાને લઇ ધોરાજીના એડિશનલ જજ રાહુલકુમાર મહેશચંદ શર્માએ આરોપી અકબર અહેમદ કાદરી હાલ ઉંમર વર્ષ 80 વાળાને 20 વર્ષ સુધી જેલમાં રાખવાની સજા ફરમાવેલી હતી. દંડ ફટકારેલો છે.