હિન્દુ સંષ્કૃતિમાં સંતોએ હમેશા સમાજને કાઇક અને કાઇક આપ્યું છે. આ સનાતન ધર્મની પરંપરા આજે પણ જીવંત છે. સમગ્ર વિશ્વની પદયાત્રા કરી એક સાધુ ભારતીય સંષ્કૃતિનું પ્રચાર કરી રહયા છે. જેમનું નામ છે.

આત્મારામજી હાલ તેઓ હિન્દુ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા ચોટીલાથી સોમનાથ દ્વારકાની યાત્રાએ નીકળ્યા છે આત્મારામજી મૂળ અમરેલીના વિસાવદર ગામના છે તેઓએ  ચોટીલા ચામુંડા માતાજીના મંદિરેથી પદયાત્રાનો પ્રારંભ કરીને ઘેલા સોમનાથ, જસદણ, આટકોટ થઈને ગોંડલ પહોંચ્યા છે.

આત્મારામજી એ યુવા અવસ્થામાં કરેલ સંકલ્પ આજે પણ તેઓ પૂર્ણ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. વર્તમાન સમયમાં સોમનાથ યાત્રાએ જઈ રહેલા પદયાત્રી આત્મારામજી સ્વામીએ પોતાની યુવા અવસ્થામાં 12 જ્યોતિર્લિંગના દર્શન પાંચ વખત કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે વિશ્વના 45 દેશોનો પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર કયો છે. માત્ર ફ્રૂટ ખાઈ અને દૂધ પી ને તેઓ આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે . લોકો પણ આત્મારામજીના પ્રયાસને બિરદાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.