તહેવાર દરમિયાન બાળકો, તરુણો અને યુવાનો વધુને વધુ આનંદ લૂંટવાના પ્રયત્નો કરીને આનંદ અનુભવે છે જ્યારે પ્રોઢ અને વૃદ્ધો જુદીજુદી સમસ્યાઓ અનુભવે છે.
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસણ અને ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં ભવનના વિદ્યાર્થીઓ એ તહેવારોની સામાજિક અને માનસિક અસર પર સર્વે કર્યો. આ સર્વેમાં 670 તરુણો અને યુવાનો, 450 પ્રોઢ અને 540 વૃદ્ધો પાસેથી માહિતી લેવામાં આવેલ. સર્વેના તારણો નીચે મુજબ છે.
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસણ અને ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં ભવનના વિદ્યાર્થીઓ એ તહેવારોની સામાજિક અને માનસિક અસર પર સર્વે કર્યો
આ તહેવારો અને ઉજવણીઓને કારણે આપણે આપણાં સ્નેહીજનો, મિત્રો અને સ્વજનોને મળીએ છીએ, થોડા સમય માટે તમામ તનાવ ભૂલી જઈએ છીએ અને આપણાં સુખ-દુ:ખ વહેંચીએ છીએ અને પ્રિયજનોના પ્રેમ અને સ્નેહના જળથી અભિષેક કર્યા પછી આપણે ખુશ થઈ જઈએ છીએ.
સ્વસ્થ અને સુગંધિત વાતાવરણમાં સ્વચ્છ મનથી કરવામાં આવતી પૂજા પણ સંપૂર્ણ રીતે માનસિક શાંતિ આપે છે.
તહેવારો આપણા જીવનને ઉત્સવમય બનાવે છે અને સહકાર, પ્રેમ અને સમર્પણનું મહત્વ શીખવે છે.
આમ, તહેવારોનું મહત્વ અપાર છે કારણ કે તે આપણા જીવનને પ્રકાશ અને રંગથી ભરી દે છે, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ કરે છે અને આપણને ખુશીઓથી ભરી દે છે.
આમ, તહેવારોનું મહત્વ અપાર છે કારણ કે તે આપણા જીવનને પ્રકાશ અને રંગથી ભરી દે છે,
સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ કરે છે અને આપણને ખુશીઓથી ભરી દે છે.
આનંદકારક અને ફરી એકવાર આપણે નવી ચેતના અને શારીરિક ઉર્જાનો અનુભવ કરીએ છીએ જે આપણને આખા વર્ષ દરમિયાન ખુશ અને સ્વસ્થ રાખે છે.
સર્વેના તારણો
- 68% તરુણો અને યુવાનો તહેવારના સામાજિક અને સાંસ્કૃતિક મુલીથી અજાણ છે.
- 90% તરુણો અને યુવાનો માટે તહેવાર એટલે મોજ મસ્તી.
- 91% તરુણો અને યુવાનોને તહેવારની પરંપરા માં રસ નથી.
- 81% યુવાનો અને તરુણો માટે તહેવાર એટલે મિત્રો સાથે હરવા ફરવાનો છૂટોદોર.
- 74% પ્રોઢ માટે તહેવાર આવતા આર્થિક અને વ્યક્તિગત સમસ્યાઓ વધે છે.
- તહેવારમાં સંતાનોના શોખ પૂરા કરવા પડશે એવી 72% પ્રોઢ ચિંતા અનુભવે છે.
- તહેવારમાં કોઈ સમસ્યા ન આવે એવી ચિંતા 54% પ્રોઢ અનુભવે છે.
- ઘરના વડીલો અને સંતાનો ની જરૂરિયાત પૂરી કરવામાં તહેવારની મજા અનુભવાતી નથી એવું 45% પ્રોઢ માને છે.
- 81% વૃદ્ધ લોકોએ જણાવ્યું કે પહેલા તહેવારો સાથે રહીને ઉજવતા પણ હવે જ્યારે ઘરના બાળકો તહેવારોમાં બહાર ફરવા જતા રહે ત્યારે ઘરમાં એકલાપણુ લાગે છે.
- 67% વૃદ્ધ લોકોએ જણાવ્યું કે તહેવારોમાં બાળકો ઘર અને સગાઓ કરતા જયારે મિત્ર વર્તુળ ને જ વધુ પ્રાધાન્ય આપે ત્યારે તહેવારોની સાચી મજા નથી રહેતી.
- 71% વૃદ્ધોએ જણાવ્યું કે તહેવારોમાં રાત્રે માતા પિતા સાથે કે કુટુંબ સાથે બેસી ઘરનું ભોજન લેવાની જગ્યાએ હોટેલોમાં લાઈનમાં ઉભા રહી રાહ જોવી એ પણ અયોગ્ય અનુભવાય છે
તહેવારોનું મહત્વ
તમામ તહેવારોનું માત્ર ધાર્મિક મહત્વ નથી પરંતુ વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ તેની ઉપયોગીતા ઓછી નથી. ખાસ પ્રસંગો કે તહેવારો પર આપણું સ્વચ્છ અને સુસજ્જ ઘર જોઈને આપણું શરીર અને મન પણ ઉત્સાહિત થઈ જાય છે. સ્વસ્થ અને સુગંધિત વાતાવરણમાં સ્વચ્છ મનથી કરવામાં આવતી પૂજા પણ સંપૂર્ણ રીતે માનસિક શાંતિ આપે છે.તહેવારો આપણા જીવનને ઉત્સવમય બનાવે છે અને સહકાર, પ્રેમ અને સમર્પણનું મહત્વ શીખવે છે. આમ, તહેવારોનું મહત્વ અપાર છે કારણ કે તે આપણા જીવનને પ્રકાશ અને રંગથી ભરી દે છે, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ કરે છે અને આપણને ખુશીઓથી ભરી દે છે.આમ, તહેવારોનું મહત્વ અપાર છે કારણ કે તે આપણા જીવનને પ્રકાશ અને રંગથી ભરી દે છે, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ કરે છે અને આપણને ખુશીઓથી ભરી દે છે.