પોરબંદર જિલ્લાનું 74.57% સૌથી ઓછું પરિણામ: રાજકોટના 2,791 વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-વન ગ્રેડ જ્યારે 6,372 વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ મેળવ્યો
સૌરાષ્ટ્રના 8109 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો જ્યારે 23169 વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-ટુ ગ્રેડ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-10નું પરિણામ સવારે 8:00 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યભરનું 82.56% પરિણામ આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનું 81.60% પરિણામ આવ્યું છે. સૌરાષ્ટ્રમાં બોટાદ જિલ્લો અવ્વલ રહ્યો છે. બોટાદ જિલ્લાનું 85.88% પરિણામ આવ્યું છે. બોટાદ જિલ્લામાં કુલ 252 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ જ્યારે 1054 વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ મેળવ્યો છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં 8109 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 23169 વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ મેળવ્યો છે. ધોરણ-10નું પરિણામ છેલ્લા 30 વર્ષની સાપેક્ષે રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું છે. આજે પરિણામ આવતાની સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને રાજ્યભરની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એકબીજાના મોં મીઠા કરીને પરિણામની ઉજવણી કરી હતી અને રાસ-ગરબે ઘૂમ્યા હતા.
સૌરાષ્ટ્રના 11 જિલ્લાની વાત કરવામાં આવે તો અમરેલીનું 78.31%, ભાવનગરનું 84.61%, બોટાદનું 85.88%, દ્વારકાનું 79.90%, ગીર સોમનાથનું 79.20%, જામનગરનું 82.31%, જૂનાગઢનું 78.26%, મોરબીનું 85.60%, પોરબંદરનું 74.57%, રાજકોટનું 85.23% અને સુરેન્દ્રનગરનું 83.83% પરિણામ આવ્યું છે. એકદંરે સૌરાષ્ટ્રનું 81.60% પરિણામ આવ્યું છે.
બીજી બાજુ સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 81090 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ મળ્યો છે. જેમાં અમરેલીના 396, ભાવનગરના 1575, બોટાદના 252, દ્વારકાના 137, ગીર સોમનાથના 314, જામનગરના 640, જૂનાગઢના 737, મોરબીના 681, પોરબંદરના 97, રાજકોટના 2191 અને સુરેન્દ્રનગરના 479 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 23169 વિદ્યાર્થીઓને એ-ટુ ગ્રેડ મળ્યો છે. જેમાં અમરેલીના 1518, ભાવનગરના 4049, બોટાદના 1054, દ્વારકાના 816, ગીર સોમનાથના 1428, જામનગરના 1998, જૂનાગઢના 2174, મોરબીના 1674, પોરબંદરના 465, રાજકોટના 6372 અને સુરેન્દ્રનગરના 1621 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્રનું ધોરણ-10નું ઉડતી નજરે પરિણામ
જીલ્લો એ-વન એ-ટુ ટકાવારી
અમરેલી 396 1518 78.31%
ભાવનગર 1575 4049 84.61%
બોટાદ 252 1054 85.88%
દ્વારકા 137 816 79.90%
ગીર સોમનાથ 314 1428 79.20%
જામનગર 640 1998 82.31%
જૂનાગઢ 737 2174 78.26%
મોરબી 681 1674 85.60%
પોરબંદર 97 465 74.57%
રાજકોટ 2791 6372 85.23%
સુરેન્દ્રનગર 489 1621 83.83%
રાજકોટ જિલ્લામાં વાંગધ્રા કેન્દ્રનું 99.51% સૌથી વધુ પરિણામ
રાજકોટ જિલ્લાનું ધોરણ-10નું 85.23% પરિણામ આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું 99.51% પરિણામ આવ્યું છે. 2023માં વાંગધ્રા કેન્દ્રનું 85.84% પરિણામ આવ્યું હતું. જેમાં આ વર્ષે નોંધપાત્ર વધારો થયો છે. બંને વર્ષના તફાવતની વાત કરીએ તો આ વર્ષે 13.67% પરિણામ વધુ આવ્યું છે.