શિક્ષણ ક્ષેત્રે અનેક સેવા કાર્યો કરતી પ્રોજેકટ લાઇફ દ્વારા નવનિર્મિત ૮૦મી ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે લાઇફ ગ્લોબલ યુકે તાલુકા પ્રાથમીક શાળાનો લોકાર્પણ કાર્યક્રમ બીનાબેન અને મયુર સંઘવી, યુ.કે. તેમ જ અન્ય મહાનુભાવોની ઉ૫સ્થિતિમાં સંપન્ન થયો હતો.
યુ.કે. સ્થિત લાઇફ ગ્લોબલ યુકેના આર્થિક સહયોગથી રાજકોટ જીલ્લાના પાટણવાવ ગામે નિર્માણ પામેલી શાળાનો લોકાર્પણ કાર્યક્રમ તાજેતરમાં દાતાઓ મનસુખ કામદાર, નુતન અને રાજ વોરા, અનીતા કામદાર, સંગીતા અને દીલીપ બાવીશા, કેતન બાવિશા, દીલીપ મીઠાણી, ધીરુભાઇ ગલાણી અને ઉના ગલાણી ભારતી અને રમેશ શાહ વિનોદરાય ઉદાણી, રેણુ અને ભરત મહેતા માલા અને અતુલ ઠાકર વર્ષા અને પંકજ શેઠ આર. એચ. કોઠારી તથા બી.એસ.વસા તેમ જ અન્ય મહાનુભાવોની ઉ૫સ્થિતિમાં યોજાયો હતો.
અનીતા કામદારે પાટણવાવ જેવા નાનકડા, અંતરિયાળગામમાં આ શાળાનો પ્રોજેકટ હાથ ધરવા બદલ લાઇફ ગ્લોબલ યુકે અને પ્રોજેકટ લાઇફ રાજકોટને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે સંગીતા બાવીશાએ કહ્યું વિઘા ધન સર્વ ધનમ પ્રધાનમ, બાળકોને અભ્યાસમાં પ્રોત્સાહન અને દીકરીઓને કરિયાવરમાં વિઘાધન આપો ધીરુભાઇ ગલાણીએ કહ્યું કે શિક્ષણ વિના ઉઘ્ધાર નથી શિક્ષણથી જ દેશ આગળ વધશે.
કેતનભાઇ બવીશાએ લાઇફ ગ્લોબલ યુકે તેમજ પ્રોજેકટ લાઇફ રાજકોટનો આભાર માનતા જણાવ્યું કે પાટણવાવના કલ્ચરથી હું પ્રભાવિત થયો છું. અહીં ભણતરની સાથે સાથે સ્પોર્ટની સુવિધા પણ પ્રાપ્ત થશે. ગુરુનું મહત્વ સમજાવતા રમેશ શાહે આ શાળાના વિઘાર્થીઓને ભણી ગણી આગળ વધવાના આશીર્વાદ આપ્યા. રેણુબેને પોતાનું દ્રષ્ઠાંત આપતા દીકરીઓને આત્મવિશ્ર્વાસથી દરેક ક્ષેત્રમાં આગળ આવવા અને બીનાબેન તથા મયુરભાઇ લાઇફ ગ્લોબલ યુકેના સહયોગથી પ્રોજેકટ લાઇફ દ્વારા આ શાળા નિર્માણનો પ્રોજેકટ કરવા માટે અભિનંદન આપ્યા હતા.
પ્રોજેકટ લાઇફ રાજકોટના જોઇન્ટ એકઝયુકેટીવ ટ્રસ્ટી મિત્તલ કોટીયા શાહે લાઇફ ગ્લોબલ યુકે તેમજ પ્રોજેકટ લાઇફ રાજકોટ વિશે પરિચય આપતા જણાવ્યું કે પ્રોજેકટ લાઇફ રાજકોટ બ્લડ બેન્કીંગ તથા થેલેમેશિયા નિવારણ અભિયાન જેવા આરોગ્ય લક્ષી તેમજ શિક્ષણ પર્યાવરણ યોગા મહીલા સશકિતકરણ જેવા માન કલ્યાણલક્ષી કાર્યક્રમ પણ ચલાવે છે. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવામાં ગામના સરપંચ ગીરીશભાઇ પેથાણીનું અમૂલ્ય યોગદાન રહ્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન રાજેશભાઇ પેથાણીએ કર્યુ હતું.
શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરવામાં આવ્યો હતો.અંતમાં આભાર વિધી શાળાના આચાર્ય ભરતભાઇ ભાટુએ કરી હતી.