વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ અલ મુત્લક હીઝ હોલીનેશ ડો.સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુદીન (ત.ઉ.શ.) ની 80મી મિલાદ મુબારક (જન્મદિવસ) આજે છે.
મી.તા.23મી રાત લયલતુલ કદર રમઝાન સુરત મુકામે થયેલ હતો. દાઉદી વ્હોરા સમાજના 53માં દાઈ અલ મુત્લક છે. તેમનું આધ્યાત્મિકતા, શ્રધ્ધા, ભકિત, ભાઈચારો, સર્વધર્મ સમભાવની ભાવના, માનવજાતની સેવા, ભલાઈના કામો તથા દેશભકિત વિ. કામો કરવાની અદભુત ભાવના ભરેલ પડી છે. તેમના માર્ગદર્શનની દાઉદી વ્હોરા કોમ શિસ્ત અને સારા કાર્ય માટે શાંત વેપારી કોમ તરીકે જાણીતી છે.
તાજેતરમાં ડો. સૈયદના સાહેબ ને જામિયા મિલિયા ઈસ્લામિયાની ચાન્સેલરશીપ નું પદ એનાયત થયું છે.
હાલ ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.) ગલીયાકોટ (રાજસ્થાન) માં બીરાજમાન છે. તેમનો જન્મ દિવસ મિલાદ મુબારક ઈબાદત કરીને સાદાઈથી ઉજવાશે. બાવાજી સાહેબ બાવનમાં દાઈના જન્મદિવસ મુબારકના દિવસે તા.20મી રબીઉલ આખરના દિવસે જ ઉજવણી કરે છે. જે 3.11.2023 શુક્રવારે છે.
હીઝ હોલીનેશ ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.) ના મિલાદ મુબારકની રાત રમજાનની 23મી રાત બુધવાર લયલતુલ કદરમાં વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના લોકો આખીરાત જાગી દુઆઓ કરશે. તેમજ આપના રહેબર આકા મૌલના સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) ના હકમા દુઆઓ કરશે.
વિશ્વભરમાં દાઉદી વ્હોરા સમાજના લોકો 40થી વધારે દેશમાં વસે છે હીઝ હોલીન શ ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.) ઘણા દેશોની મુલાકાત લેવા પધારે છે તથા વાઅઝ કરે છે. ઈમામ હુશેન (અ.સ.)ની શહાદતને યાદ કરી માતમ કરાવે છે ગમ કરાવે છે.
પર્યાવરણ લગતા કાર્યક્રમો તેમજ આપની વાયઝના ઘણીજ શીખ આપે છે. જે દેશમાં રહો તેના વફાદાર થઈને રહો, વતન ની મહોબ્બત કરો, જે દેશનુ અન્ન જળ લ્યો છો તે દેશના સારામા સારા નાગરીક બનીને રહો કોઈપણ જાતના ખરાબ વ્યસન ન રાખો, તમારે દેશની ઉન્નતિમાં યોગદાન આપો. દેશની સરકારના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરો. દરેક કોમના લોકો સાથે દુધમા સાકર ભળે તે રીતે ભળી જાવ વિ. ઉપદેશો આપે જ છે. હાલમાં દાઉદી વ્હોરા સમાજના તમામ લોકોને સ્વાસ્થ્ય માટે 45 મીનીટ રોજ ચાલવાનું ફરમાન કરેલ છે. હીઝ હોલીનેશ ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ની એમ ઈચ્છા છે કે દાઉદી વ્હોરા સમાજના દરેક ઘરમાં એક વ્યકિત કુરઆન હાફીઝ (કંઠસ્થ) હોય આ માટે આ અમલ શરૂ થઈ ગયો છે અને નાના બાળકોથી લઈ સીનીયર સીટીઝન સુધીના હજારો લોકો હાફીઝ (કંઠસ્ય) થઈ ગયા છે અને થઈ રહ્યા છે.
વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજ 53માં દાઈ મુત્લક હીઝલીનેશ ડો.સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.)ના રાહબરીમાં આદેશોનું સંપૂર્ણ પાલન કરે છે. કોઇ પ્રત્યે વેરઝેર ન રાખો હીઝ હોલીનેશ ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ.) આવી ઘણીજ (હીદાયતો) શીખ કોમને આપી રહ્યા છે.