ઇલેકશન કમિશનને આચાર સંહિત ભંગની 312 ફરીયાદો મળી: એકદરે બન્ને તબકકામાં શાંતિપૂર્ણ માહોલ
ગુજરાત વિધાનસભાની ચુંટણીની આચાર સંહિતા દરમિયાન ચુંટણી પંચ દ્વારા નિયુકત કરાયેલી ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા 801.85 કરોડની રોકડ, સોનુ-ચાંદી, દારૂ, ડ્રગ્સ, સહિતનો જથ્થો પાડી લેવામાં આવ્યો હતો. આચાર સંહિતા ભંગ થતી હોવાની 312 ફરીયાદો મળી હતી જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે.
મુખય નિર્વાચન અધિકારી શ્રીમતિ પી. ભારતીએ જણાવ્યું હતું કે, મતદાનમાં ચુંટણી પંચ દ્વારા વિશેષ રૂપે સજાવયોલા વિવિધ પ્રકારના બુથ લોકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સખી બુથ, યુથ બુથ, ઇકો ફ્રેન્કલી બુથ અને મોડેલ બુથનો ક્ધસેપ્ટ મતદાતાઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કેટલાક મતદાન મથકો પર સેલ્ફી બુથ પણ હતા. મતદાતાઓએ ઉલ્લાસપૂર્વક સેલ્ફી બુથ પર ફોટો પડાવ્યા હતા અને પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતિ પી.ભારતીએ માહીતી આપતાં જણાવ્યું હતું કે, બે કે ત્રણ જગ્યાઓએ નાની મોટી ઘટનાઓ બની તે સિવાય તમામ જગ્યાએ મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે.
રાજયમાં થયેલા બીજા તબકકામાં મતદાન દરમ્યાન ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પ0 થી વધારુ અધિકારીઓ અને કર્મચારીઓ લાઇવ વેબકાસ્ટિંગ દ્વારા મતદાન મથકો પર ચાંપતી નજર રાખી હતી.
રાજયમાં મતદાનથી અળગા રહેવા અને બહિષ્કાર કરવાની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતિ પી. ભારતીએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વરેઠા, ડાવોલ અને ડાલીસણા આ ત્રણ ગાના 6 બુથ પર લગભગ 5000 જેટલા મતદારોએ મતદાનથી દુર રહ્યા હોવાથી જાણકારી મળી છે.
ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 38 જેટલા ઇસીઆર એલર્ટસ આપવામાં આવ્યા હતા. જેમાં ઇવીએમ અંગેના ર6, મતદાન બહિષ્કાર અંગેના 0ર, ટોળા ભેવા થવાના 4 અને અન્ય 6 મળીને કુલ 18 એલર્ટસ મળ્યા હતા. તે તમામ પર તાત્કાલીક ઘ્યાન કેન્દ્રીત કરીને નાના મોટા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
ચુંટણી પંચ દ્વારા સમગ્ર ચુંટણી પ્રક્રિયામાં આચારસંહિતાનો કડક અમલ કરાવવામાં આવ્યો. ફલાઇંગ સ્કોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ્પ દ્વારા પણ ચુસ્ત નિગરાની રાખી ચકાસણી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રૂ. 31.92 કરોડ રોકડ જપ્ત કરવામાં આવ્યા. રૂ. 16.40 કરોડની કિંમતનો દારૂ, રૂ. 540.63 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને રૂ. 36.51 કરોડના મુલ્યની સોના-ચાંદી કે અન્ય મૂલ્યવાન ધાનુ કબ્જે કરવામાં આવી છે. રૂ. 176.38 કરોડની અને ચીજવસ્તુઓ સહિત અત્યાર સુધીમાં કુલ રૂ. 801.85 કરોડની કિંમતની રોકડ અને ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતિ પી.ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે મતદાનના બીજા તબકકામાં અલગ અલગ પ્રકારની ફરીયાદો મળી છે. જેનું તાત્કાલીક નિરાકરણ લાવવામાં આવ્યું છે.
કોલ સેન્ટર દ્વારા 39 ફરીયાદો મળી છે અને ભ-ટઈંૠઈંક મોબાઇલ એપ્લિકેશન દ્વારા 180 જેટલી હરીયાદો મળી છે. ટેલીવીઝન અને અન્ય પ્રચાર માઘ્યમો (ઇ.સી.આઇ. એલટસ) દ્વારા 38 જેટલી ફરીયાદો ઘ્યાનમાં આવી છે. આમ કુલ 31ર જેટલી નાની મોટી ફરીયાદો ઇલેકશન કમિશનના ઘ્યાને આવી હતી. જેનું તત્કાળ નિરાકરણ કરવામાં આવ્યું છે.