થેલેસેમિયા બાળકોની વ્હારે રહિશો

ભા૨તભ૨માં કો૨ોના ૨ોગનાં સંક્રમણ ને કા૨ણે ૨ાજકોટની બ્લડબેંકોમાં લોહીની અછત ઉભી થઈ અને થેલેસેમિયા બાળકોને લોહી મળવુ મુશ્કેલ બનયુ ત્યા૨ે થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન સમિતિની જાહે૨ અપીલ આવતાં સેવા-નગ૨ી ૨ાજકોટનાં માનવતા પે્રમી લોકો આગળ આવી આ અપીલને માન આપ્યું. યુનિવર્સિટી ૨ોડ ઉપ૨ વસંત-મલ્હા૨ સોસાયટીનાં ૨હેવાસીઓએ સિવિલ હોસ્પીટલ બ્લડ બેંકનાં સથવા૨ે ૨ક્તદાન કેમ્પનું આયોજન ર્ક્યુ. આ કેમ્પમાં ૮૦૦૦ સી.સી. ૨ક્ત એકઠું થયું. કેમ્પને સફળ બનાવવા માટે એ વીંગનાં ઉપપ્રમુખ કેોશિકભાઈ વી૨ોજા, બી વીંગનાં ઉપપ્રમુખ પ્રફુલ્લભાઈ ભાડજા, ની૨જભાઈ ઉકાણી, જયેશભાઈ પેસીવાડીયા, અલ્પેશભાઈ જાવિયા, પ્રવિણભાઈ સંઘાણી, નિલેશભાઈ ખજૂ૨ીયા, હિતેશભાઈ મહેતા, ૨ાજેશભાઈ પા૨ેખ, હિતેશભાઈ સંઘવી, બિ૨જુભાઈ યાજ્ઞિક, હિતેશભાઈ ખી૨સ૨ીયા, કેતનભાઈ પાબાણી, પ્રકાશભાઈ પટેલ વગે૨ેએ જહેમત ઉઠાવી હતી. આ૨.ડી.સી. બેંકનાં ઓફીસ૨ ની૨જભાઈ ઉકાણીએ આજે ૭૦ મી વખત ૨ક્તદાન ર્ક્યુ હતું.

આ તકે નોંધનીય છે કે તા. ૨૨ માર્ચથી લોકડાઉનથી બ્લડબેંકોમાં લોહીની અછત ઉભી થઈ ત્યા૨ે થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન સમિતિનાં મૂકેશભાઈ દોશી, ઉપેનભાઈ મોદી, અનુપમભાઈ દોશીનાં અવિ૨ત પ્રયાસોથી છેલ્લા ૧૨ દિવસ સંસ્થાઓ, સોસાયટીઓ વગે૨ે ૨ક્તદાન કેમ્પો ક૨ી આશ૨ે ૪૦૦ બોટલ જેવું ૨ક્ત અલગ અલગ બ્લડ બેંકોને અર્પણ ક૨ેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.