ટ્રક અને દારૂ મળી રૂ.૪૩ લાખનો મુદામાલ કબ્જે કરતી વિજિલન્સ: બીલખાનો શખ્સ ઝડપાયો
બીલખાના ત્રણ રસ્તા પાસે વિદેશી દારૂનું કટીંગ થાય તે પૂર્વે સ્ટેટ વિઝીલન્સે દરોડો પાડી ટ્રકમાંથી ૮૦૦ પેટી દારૂ સાથે બીલખાના શખ્સની ધરપકડ કરી ટ્રક અને દારૂ મળી રૂ. ૪૩લાખનો મુદામાલ કબ્જે કર્યો કરી નાશી છૂટેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ પંથકમા વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી થતી હોવાની સ્ટેટ વિઝીલન્સને મળેલી માહિતી આધારે સ્ટાફ પેટ્રોલીંગમાંહતાત્યારે જી.જે. ૫ વાયવાય ૭૭૦૬ નંબરના ટ્રકમાં જંગી જથ્થામાં દારૂ આવી રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે બીલખાના ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે ગોડાઉન પાસેથી શંકાસ્પદ હાલતમાં ઉભેલા ટ્રકની તલાસી લેતા તેમાંથી રૂા.૩૮ લાખની કિમંતનો ૯૬૦૦ બોટલ દારૂ સાથે બીલખાના શખ્સની અટકાયત કરી ટ્રક અને દારૂ મળી રૂા. ૪૩ લાખનો મુદામાલ કબ્જે કરી નાશી છૂટેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે. જયારે ઝડપાયેલાબીલખાના શખ્સની પૂછપરછમાં આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને કોને મોકલ્યો તેઅંગે વિશેષ તપાસ હાથ ધરી છે. સ્ટેટ વિઝીલન્સે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી આ જંગી જથ્થો ઝડપતા અનેક તપેલા ચડી જવાની શકયતાઓ સેવાઈ રહી છે.
સૌરાષ્ટ્રમાં મોટાપાયે વિદેશી દારૂ બુટલેગરો દ્વારા ઘુસાડવામા આવતો હોવાની અને કફર્યુંનો લાભ ઉઠાવવા બુટલેગરો સક્રિય હોવાથી સ્ટેટ વિઝીલન્સના સ્ટાફ દ્વારા દારૂના ધંધાર્થીઓ પર ઘોસ બોલાવવામા મળેલી સૂચનાના પગલે જૂનાગઢના બુટલેગરો પર વોચ રાખવામા આવી હતી. જેમાં આબાદ ઝડપાય ગયા હતા.