• ફાઇનલ બ્લુ પ્રિન્ટ તૈયાર, કલેકટરની મંજૂરી બાદ તેના આધારે કામગીરી શરૂ કરી દેવાશે
  • મેળામાં કુલ 5 એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ હશે : ભીડ ઉપર દેખરેખ રાખવા માટે વોચ ટાવરની સંખ્યા વધારવામાં આવશે

અબતક, રાજકોટ : લોકમેળામાં આ વર્ષે 80 સ્ટોલ અને 15 રાઈડનો કામ મુકાવાનો છે. હાલ મેળાની બ્લુ પ્રિન્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે. ઇલેકટરની મંજૂરી મળ્યા બાદ આગળની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

આગામી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રાજકોટ ખાતે 24 થી 28 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજાનાર છે. જિલ્લા કલેક્ટર  પ્રભવ જોષીએ સલામતીની તમામ બાબતોનું ચુસ્તપણે પાલન કરવાના તથા મેળાના સુચારુ આયોજન માટે બનાવાયેલી તમામ 19 સમિતિઓના અધ્યક્ષો મેળાની તૈયારીમાં લાગી ગયા છે.

તાજેતરમાં માર્ગ મકાન વિભાગ, પ્રાંત અધિકારી અને કલેકટર વચ્ચે મેળાના આયોજનને લઈને બેઠક થઈ હતી. જેમાં લોકમેળામાં તમામ સ્ટોલમાં સીસીટીવી અને ફાયરના સાધનો ફરજિયાત રાખવા, ફિટનેસ સર્ટિફિકેટ વગર એક પણ સ્ટોલને મંજૂરી ન આપવા, એક પ્લોટમાં એક જ રાઈડને મંજૂરી આપવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

હાલ લોકમેળામાં ફાઇનલ બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જિલ્લા કલેકટરની મંજૂરી મળ્યા બાદ તેના ઉપર કામ શરૂ કરી દેવામાં આવશે. મેળામાં દર વર્ષે 366 જેટલા પ્લોટ હોય છે. જેમાંથી આ વખતે 80 સ્ટોલનો કાપ મુકાશે. આ ઉપરાંત 44 રાઈડ્સમાંથી 15 રાઈડ્સનો કાપ મુકાશે. કુલ 5 એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ રાખવામાં આવશે. ભીડ ઉપર સતત નજર રાખી શકાય તે માટે વોચ ટાવરની સંખ્યા પણ ગત વર્ષ કરતા વધારવામાં આવશે.

સ્ટોલના ભાડા વધવાના એંધાણ

લોકમેળામાં સ્ટોલની સંખ્યા અને રાઈડની સંખ્યા વધી રહી છે. ઉપરથી એક પ્લોટમાં એક જ રાઈડનો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે આ વખતે સ્ટોલના ભાડા વધારવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. તો બીજી તરફ દર વર્ષની જેમ વેપારીઓ પણ તંત્રને ભીંસમાં લાવવા પ્રયાસો કરવા સજ્જ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

પ્રથમવાર મેળા માટે કવિક રિસ્પોન્સ ટિમ બનાવાશે

લોકમેળામાં આ વખતે ભીડ નિયંત્રણ ઉપર જ તંત્રનું ધ્યાન કેન્દ્રિત છે. કારણકે મેળામાં અગાઉ અનેક વખત ભીડ વધી જવાથી એન્ટ્રી બંધ કરવી પડી છે. ત્યારે આ વખતે ભીડને નિયંત્રણમાં રાખવા તેમજ અન્ય અનેક સલામતીના પગલાં લેવા ઉપર તંત્ર ગંભીરતાથી ધ્યાન આપી રહ્યું છે. વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે મેળા માટે પ્રથમવાર કવિક રિસ્પોન્સ ટિમ બનાવવામાં આવશે. જો મેળામાં કઈ પણ મદદની જરૂર પડશે ત્યારે આ ટિમ તુરંત જ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા સક્ષમ હશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.