દેશના વિવિધ રાજ્યોમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેત મજૂરો અને શ્રમિકોને રોજગાર ગેરંટી માટે રામબાણ બની રહેલી મનરેગા યોજના ની ગ્રાન્ટમાં છત્તીસગઢ સરકારે કાપ મુકતા ખેડૂત સંગઠનો માં ભારે વિરોધ ઉઠવા પામ્યો છે,
રાયપુરમાં અખિલ ભારતીય કિસાન સભા દ્વારા આયોજિત છત્તીસગઢ ના મહાસંમેલનમાં પ્રમુખ સંજય ભરાત અનેઋષિ ગુપ્તા એ મનરેગામા ગ્રાન્ટ કાપ નો મુદ્દો ઉઠાવ્યો હતો કે છત્તીસગઢમાં ચાલુ વર્ષે છ મહિનામાં ગ્રાન્ટના અભાવે મનરેગામાં માત્ર 20% ને જ રોજગારી આપવામાં આવી છે ગયા વર્ષે 11.5 કરોડ માનવ દિવસ રોજગારીનું સર્જન કરવામાં આવ્યું હતું અને 32 લાખ ગ્રામીણ મજૂરોને કામ આપવામાં આવ્યું હતું. વર્ષ 2020 માં 18.41 કરોડ માનવ દિવસ રોજગારીનું સર્જન કરવામાં આવ્યું છે.
મનરેગા ની સરકારી કામગીરીની ગતિ જોતા હવે આ લક્ષ્ય અંગે વિચારવું પણ મુશ્કેલ બની ગયું છે તેમણે જણાવ્યું હતું કે મનરેગા બજેટમાં મોટાપાયે કાપ મૂકવાના કારણે આવું થયું છે કોંગ્રેસ સરકાર દ્વારા માત્ર ને માત્ર નિવેદનો કરવામાં આવે છે કેમ કે ગયા વર્ષે જેટલી રોજગારી ઉત્પન્ન કરવામાં આવી હતી તે પૂરતું આ વખતે ફંડ આપવામાં આવ્યું નથી કિસાન સભા ના નેતાઓએ જણાવ્યું હતું કે મનરેગા જ એકમાત્ર એવી યોજના છે.
જે ગ્રામ્ય વિસ્તારમાં મજૂરો ને ભૂખમરાથી બચાવવા માટે મદદરૂપ થાય છે મનરેગા યોજના અંતર્ગત મજૂરોને સામૂહિક શ્રમની શક્તિ પણ વધી છે અને રોજગારીના દર્પણ વધ્યા છે પરંતુ મનરેગામાં જ ગ્રાન્ટ માં કાપ મૂકવાથી ગ્રામીણ મજૂરો ની પરિસ્થિતિ વધારે કફોડી બની રહી છે.