જલી કો આગ કહેતે હે, બુઝી કો રાખ કહેતે હે, જો બિન્દાસ્ત બોલે ઉસે શત્રુઘ્ન સિંહા કહેતે હે
શોટગન તરીકે જાણીતા અભિનેતા અને નેતા શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે બીજેપીના ૮૦ ટકા લોકો એલ.કે. અડવાણીને રાષ્ટ્રપતિ પદે ઇચ્છતા હતા. જો કે આ પદ દલિત નેતા રામનાથ કોવિંદને મળ્યું છે.
એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુ દરયિમાન શોટગન શત્રુઘ્ન સિંહા પોતાના મનની વાત કહેતા અટકયા ન હતા. તેઓ બિન્દાસપણે બોલ્ગા કે ૮૯ વર્ષના અડવાણીજી મારા ફ્રેન્ડ, ફીલોશોફર, ગાઇડ, ગુરુ બધું જ છે. પાર્ટીના ૮૦ ટકા લોકો તેમને રાષ્ટ્રપતિ તરીકે ઇચ્છતા હતા તેઓ દેશના ઉપ વડાપ્રધાન રહી ચૂકયા છે. આ પદ માટે તેઓ જ વધુ યોગ્ય હતા પરંતુ તેમને સાઇડલાઇન કરાયા છે જે બિલકુલ ઉચિત નથી.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે શત્રુઘ્ન ફિલ્મ ક્ષેત્રે સક્રિય હતા ત્યારે અને હવે રાજનીતીમાં સક્રિય છે.
ત્યારે પોતાના બેબાક બયાનો માટે જાણીતા છે. તેઓ અગાઉ પણ ઘણી વાર પાર્ટીના આલા કમાન્ડ વિ‚ઘ્ધ નિવેદનો કરી ચૂકયા છે. અને પાર્ટીની નારાજગી વહોરી ચુકયા છે. તાજેતરમાં તેમણે યશવંત સિંહાના બયાનોનું પણ સમર્થન કર્યુ હતું આ સિવાય અગાઉ તેમણે મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને રાષ્ટ્રપતિ પદને લાયક ગણાવ્યા હતા.