- રાજ્યમાં આરટીઓની 80 ટકા સેવા ઓનલાઇન ઉપલબ્ધ થશે
- આધાર દ્વારા લાઇસન્સ સંબંધિત વધુ 12 અને વાહન સંબંધિત 8 ફેશલેશ સેવાઓ આગામી સમયમાં પૂરી પડાશે
ગુજરાતમાં લોકોને આરટીઓ કચેરીએ ધક્કા ન ખાવા પડે અને અન્ય પર સ્વનિર્ભર રહેવું ન પડે તે માટે ગુજરાત સરકારે વિવિધ ડિજિટલ સેવાઓ પુરી પાડી છે. હવે વાહન વ્યવહાર કચેરીઓ દ્વારા અંદાજે 80 ટકા સેવાઓ ઓનલાઇન ફેશલેશ પૂરી પાડવામાં આવશે. જેથી આરટીઓ કચેરી ખાતેની સેવાઓ માટે નાગરિકોની રૂબરૂ મુલાકાતમાં 50 ટકા જેટલો ઘટાડો થશે. ભારતમાં સૌ પ્રથમવાર વાહન વ્યવહાર ક્ષેત્રે ફેશલેશ સેવાઓની શરૂઆત ગુજરાત રાજ્યમાં કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં વાહન વ્યવહાર ક્ષેત્રે કુલ 7 સેવા નાગરિકો માટે ઘરે બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
વાહન વ્યવહાર કમિશનરના જણાવ્યા મુજબ ગુજરાતમાં લાઇસન્સ સંબંધિત વધુ 12 સેવાઓ અને વાહન સંબંધિત વધુ 8 સેવાઓ આધાર થકી ફેશલેશ સેવાઓ પૂરી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
જેમાં અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલ આધાર નંબરને આધિન ઓનલાઇન ફી અને દસ્તાવેજો અપલોડ કરી અરજી સબમીટ થયેલી આરટીઓના ફેશલેશ કાઉન્ટરમાંથી અરજદારને સિધી સેવા પૂરી પાડવામાં આવશે. જેથી અરજદારને કચેરી ખાતે આવવાનું રહેશે નહિં. આઇટી બેઇઝ સોલ્યુશન થકી દેશમાં સૌ પ્રથમ આંતરરાજ્ય બોર્ડરમાંથી ગુજરાતમાં વાહનોમાં ઓનલાઇન ટેક્સ અને ઓવન ડાઇમેન્શન ફી સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમ ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક સુવિધા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. કોમ્પ્યૂટર રાઇડ્સ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકથી ડ્રાઇવીંગની ગુણવત્તામાં સુધારો તેમજ માર્ગ અકસ્માતમાં પણ ઘટાડો નોંધાયો છે.