વર્ષ 2016 થઈ 2019 વચ્ચે 446.72 કરોડ રૂપિયા સ્કીમ હેઠળ રિલીઝ કરવામાં આવ્યા હતા
અબતક, નવીદિલ્હી
કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ને જોરશોરથી શરૂ કરવામાં આવ્યું હતું અને આ અભિયાનને લઈને સરકાર દ્વારા અનેકવિધ પ્રકારે કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે પાર્લામેન્ટરી કમિટી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં સૌથી મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે જેમાં વર્ષ 2016 થી વર્ષ 2019 દરમિયાન આ સ્કીમ હેઠળ જે રકમ રિલીઝ કરવામાં આવી છે તેમાંથી 80 ટકા મીડિયા પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે જેનો મતલબ એ થાય કે ખરા અર્થમાં જે રીતે આ અભિયાનને અને લાભાર્થીને લાભ મળવો જોઇએ તે મળી શક્યો નથી અને સરકારની પબ્લિસિટીમાં જ સંપૂર્ણ રૂપિયા ખર્ચ થયા છે. કી તરફ એ વિગત પણ સામે આવી છે કે આ ચાર વર્ષ દરમિયાન 446 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવેલા છે.
આ રિપોર્ટને ધ્યાને લઇ પાર્લામેન્ટરી કમિટી દ્વારા એ વાત પણ સામે આવી હતી કે મીડિયા પાછળ આ સ્કીમને લઇ ખર્ચ કરવો જરૂરી છે. પરંતુ જે પ્લાનિંગ સાથે થવો જોઈએ તે હવામાન ઘણી નુકસાની સરકારને પણ વેઠવી પડી છે એટલું જ નહીં આ અભિયાનમાં જે રીતે લાભ મળવો જોઇએ અને જે કાર્યક્રમો થવા જોઈએ તે થઈ શક્યા નથી ત્યારે આગામી વર્ષમાં બેટી બચાવો અને બેટી પઢાવ અભિયાનને વધુ ગંભીરતાથી લઇ યોગ્ય આયોજન કરવામાં આવે અને તે દિશામાં જ મહત્તમ ખર્ચ કેવી રીતે કરી શકાય તે નિર્ધારિત કરાય. સાથોસાથ કમિટીએ પાસ ઉપર પણ ધ્યાન રાખવું જરૂરી છે જેમાં સરકાર આગામી વર્ષમાં તેનો મહત્તમ ખર્ચો દીકરીઓ માટે શિક્ષણ અને તેના સ્વાસ્થ્ય ને ધ્યાને લઈને કરે. કમિટીના રિપોર્ટમાં એ વાત ઉપર પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, મુજબ વિવિધ રાજ્યોમાં નિર્ધારિત પણ થકી આ સ્કીમ ની અમલવારી થવી જોઈએ તે થઈ શકી નથી અને દરેક રાજ્યનું જે પર્ફોમન્સ જોવા મળવું જોઈએ તે પણ સામે આવ્યું નથી માત્ર સંપૂર્ણ ફંડમાંથી 25% આ અભિયાન પાછળ વાપરવામાં આવ્યા છે જે ખરા અર્થમાં દુ:ખની વાત છે ત્યારે આગામી વર્ષે સરકાર આ તમામ ખર્ચ અંગે યોગ્ય આયોજન કર્યા બાદ જ બેટી બચાવ બેટી પઢાવ અભિયાનને વેગવંતુ બનાવે.