સ્પર્ધાના વિજેતાઓને શીલ્ડ, પુરસ્કાર, જીમનું બેગ તેમજ પ્રોટીન પાવડરની કીટ એનાયત કરાઈ
હનુમાન જયંતિ નિમિતે તા.૩૧ને શનિવારના રોજ ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડીંગ અને દંડ બેઠક સ્પર્ધાનું સમગ્ર સૌરાષ્ટ્ર જીલ્લાના ખેલાડીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મસલ્સ એન્ડ ફિટનેશ જીમ રાજકોટ ડિસ્ટ્રીકટ બોડી બિલ્ડીંગ એસોસીએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં સમગ્ર સૌરાષ્ટ્રના ૩૦૦ થી ૪૦૦ પ્રતિ સ્પર્ધીઓએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટની રમતપ્રેમી જનતાએ ઉમળકાભેર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે ભાવનગર સ્ટેટના યુવરાજ તેમજ એમ.કે.શર્મા અને સચિન સાવંત ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે શનિવારે ૯ કલાકે દંડ-બેઠકની સ્પર્ધા યોજાઈ હતી ત્યારબાદ તેમાં ડ્રો પાડી સાંજે ૬ કલાકે સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ૮૦ પહેલવાનોએ કસાયેલી બોડીથી કસરતના દાવ દર્શાવ્યા હતા. સ્પર્ધાના વિજેતાઓને શિલ્ડ, પુરસ્કાર તેમજ પ્રોટીન પાવડરની કીટ અને જીમની બેગ એનાયત કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મસલ્સ એન્ડ ફિટનેશ જીમ, રાજકોટ ડીસ્ટ્રીકટ બોડી બિલ્ડીંગ એસોસીએશન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.કમલ ડોડીયા, ઉમેશભાઈ રાજયગુરુ (પૂર્વમંત્રી), ડો. કેતન ત્રિવેદી, રીતેશભાઈ પટેલ, પાર્થ અરોરા, કેવલ રાઠોડ, જીજ્ઞેશ રામાવત, અનિલભાઈ રંગપરીયા, દર્શન જોષી, જનક ધોરેચા, અલ્પેશ ગોરી, દિલીપ સેરવા, જયદીપ સોની, જીવણ પરમાર, ભાવીન જરીયા, પીનટોલા પીનનટ બટરના ડિસ્ટ્રીબ્યુટર નિકુંજ કણસાગરા, પ્રમુખ દિલુભાઈ વાળા અને અશ્ર્વિનભાઈ દેસાઈએ જહેમત ઉઠાવી હતી.