• બાળકીને દુકાને વસ્તુ લેવા મોકલી પાડોશી શખ્સે ઘરમાં ખેંચી જઈ દુષ્કર્મ ગુજાર્યું 
  • ગણતરીની કલાકોમાં પોલીસે હેવાનની તેના ઘરેથી ધરપકડ કરી
કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે આઠ વર્ષની માસૂમ બાળકીને પાડોશી શખ્સે દુકાને વસ્તુ લેવા માટે મોકલ્યા બાદ બાળા એ વસ્તુ દેવા આવતા હેવાને હેવાનિયતની હદ વટાવી દુષ્કર્મ આચરીને બાળકીની હત્યા કરી તેની લાશને ગામની ભાગોળે આવેલા સબસ્ટેશન પાસે ફેંકી દીધી હતી. બાદ હેવાન પોતાની ઘરે આવી સુઈ ગયો હતો બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ બનાવની જાણ સુધી પહોંચી આરોપીને ગણતરીની કલાકોમાં જ તેની ઘરેથી દબોચી લઇ ધરપકડ કરે છે પોલીસે પુરાવા મેળવવા માટે આરોપીના ઘરને સિલ કરી ફોરેન્સિક ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
બનાવની વધુ વિગત મુજબ કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે રહેતા એક પરિવારની આઠ વર્ષીય દીકરી પર એમના જ પાડોશમાં રહેતા માછીમારીનો ધંધો કરતા શામજી ભીમા સોલંકીએ નામના હેવાને દુષ્કર્મ આચર્યુ હતુ. પહેલા શામજીએ બાળકીને પૈસા આપીને દુકાને બાકસ બીડી લેવા મોકલી હતી. એ બાકસ બીડી લઈ આવીને શામજીને આપવા ગઈ ત્યારે શામજીએ આસપાસમાં જોઈ બાળાના ઘરે કોઈ ન હતુ એ ખરાઈ કર્યા બાદ બાળાને ઘરમાં ખેંચીને દરવાજો બંધ કરીને હવસનો શિકાર બનાવી હતી.બનાવની કોઈને જાણ ન થાય એ માટે બાળાની હત્યા કરી નાંખી તેની લાશને કોથળામાં ભરીને ગામની ભાગોળે આવેલા સબસ્ટેશન પાસે છોડી આવ્યો હતો. બાદ આરોપી ઘરે જઈને સૂઈ ગયો હતો. બીજી તરફ બાળાના માતા ગામમાંથી ઘરે આવતા તેણે દીકરીને જોઈ ન હતી. આથી પાડોશમાં તપાસ કરતા તપાસ કરતા એવી માહિતી મળી હતી કે કોઈએ દુકાને મોકલી હતી. પણ હજુ આવી નથી.
આથી તુરતજ શોધખોળ આદરવામાં આવી હતી. એ અરસામાં જ બાળાની લાશ સબસ્ટેશન પાસે છે.તેવી માહિતી મળી હતી. જેથી બનાવની જાણ પોલીસને થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જય બનાવ અંગે તપાસ હાથ ધરી નથી તેમાં જાણવા મળ્યું હતું તે પાડોશમાં રહેતા શામજી તેને દુકાને વસ્તુ લેવા માટે મોકલી હતી જેથી પોલીસે શામજી ની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી હતી
વિગતો અનુસાર શામજી માછીમારીનો ધંધો કરે છે. તે પરિણીત છે અને બે સંતાનોના પિતા છે. ઘરમાં દારૂ પી ને અવારનવાર ધમાલ કરતો હોવાથી એની પત્ની કંટાળીને રિસામણે ચાલી ગઈ છે. અને તે ઘરે એકલો રહેતો હતો. આ મામલો શામજીના ઘરને સીલ કરી દેવાયું છે. તેમજ શામજીની ધરપકડ કરી લેવાઈ છે.
 માસૂમની લાશને કોથળામાં ભરી ફેંકી આવી નરાધમ ઘરે આવીને સૂઈ ગયો !
શામજી પાડોશમાં રહેતી બાળકીને વસ્તુ લેવા માટે મોકલી બાદ તેના ઘરમાં તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.આ વાતની કોઈને ખબર ન પડે તે માટે તેને બાળકીની હત્યા કરી તેની લાશને ગામના ભગોળે આવેલા સબ સ્ટેશન પાસે કોથળામાં ભરી ફેંકી લીધા બાદ આરોપી કશું નથી થયું તેમ ઘરે આવી સૂઈ ગયો હતો પોલીસે તપાસમાં શામજી એ જ બાળકીને વસ્તુ લેવા માટે મોકલ્યા ની જાણ થતાં જ તેને ગણતરીની કલાકોમાં જ દબોચી વધુ તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.