રાજકોટ આર.ટી.ઓ તંત્રએ શરૂ કરેલી પ્રક્રિયા: માસાંતે વાહનો વેચી દેવાશે
રાજકોટ જિલ્લા આરટીઓ તંત્ર દ્વારા તાજેતરમાં બાકી કર અને દંડ પેનલ્ટી ન ભરવા સબબ ૮ જેટલા જુદા જુદા બસ અને ટ્રક ડીટેઈન કરવામાં આવેલ હતા અને આ વાહન ધારકોને અંદાજીત રૂ. ૨૦ લાખ જેટલો બાકી વેરો અને દંડ ભરી જવા માટે વારંવાર તાકીદ કરવામાં આવેલ હતી. આ ઉપરાંત બે વખત આખરીનોટીસો પણ આપવામાં આવેલ હતી.
આ નોટીસો આપવા છતા વાહન ધારકો દ્વારા બાકી વેરો અને દંડની રકમ ભરપાઈ ન કરતા હવે રાજકોટ જિલ્લા આરટીઓ તંત્ર દ્વારા આ વાહનોની હરરાજી કરવાનું નકકીકયુર્ંં છે. અને હાલમાં આ વાહનોની અપસેટ પ્રાઈઝ નકકી કરવા તેમજ મેના એન્ડ સુધીમાં આ વાહનોની હરરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
આ અંગેની રાજકોટ જિલ્લા આરટીઓ તંત્રના સુત્રોમાંથીમળતી વધુ વિગતો મુજબ જે વાહનોની હરરાજીકરવામાં આવનાર છે. તેમાં વાહન નં. જી.જે.ઓ ૬ એટી ૮૮૬૦ના વાહન ધારક બચુભાઈ ડોસાભાઈ સિંધવ બાકી રકમ રૂ. ૮૬૬૧૩ તેમજ વાહન નં. જી.જે.૧૨ ટી. ૪૬૮૯ વાહન ધારક દીપકભાઈ અમરસિંહભાઈ ગઢીયા બાકી રકમ રૂ. ૧.૦૬ લાખ, તેમજ વાહન નં. જી.જે. ૧૧.એકસ ૦૩૦૦ વાહન ધારક જગાભાઈ સંગ્રામભાઈ ગીધ બાકી વેરો રૂ. ૧.૫૮ લાખ, જયારે વાહન ન. જી.જે. ૧૪ ડબલ્યુ ૦૦૬૫ વાહન ધારક દાઉદભાઈ ઈસ્માલભાઈ હાલા બાકી વેરો રૂ. ૧૮૦૫૭ તથા વાહન નં. જી.જે.ઓ.૩ ડબલ્યુ ૫૬૦૩ વાહન ધારક રાજેન્દ્રસિંહ બાબુભા ઝાલા બાકી વેરો રૂ. ૯૭૬૭૮ આ ઉપરાંત વાહન નં. જી.જે.૧૮ એકસ ૩૮૧૩ વાહન ધારક મુકેશભાઈ શામજીભાઈ પટેલ બાકી વેરો રૂ. ૨.૧૫ લાખ, તેમજ વાહન નં. જી.જે.ઓ.૩ વાય ૦૯૦૨ વાહન ધારક ભરતભાઈ ધિરજલાલ મકવાણા બાકી વેરો રૂ. ૧૦.૯૫ લાખ અને વાહન નં. જી.જે. ઓ.૪ વી. ૭૭૮૫ વાહન ધારક કરણસિંહ વિક્રમસિંહ ગોહિલ બાકી વેરો રૂ. ૩.૯૭ લાખનો સમાવેશ થાય છે.