રાજકોટ ખાતે ૨૬મી જાન્યુઆરીની પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. આ ઉજવણી દરમિયાન વહીવટીતંત્ર દ્વારા વિકાસના કામોના લોકાર્પણ – ખાતમુહૂર્ત સહિત વિવિધકાર્યક્રમો યોજાઇ રહ્યા છે. તા.૨૬મી જાન્યુઆરીના રેસકોર્ષ ગ્રાઉન્ડખાતેના ધ્વજ વંદનના મુખ્ય કાર્યક્રમમાં સરકારના વિવિધ ખાતાઓની યોજનાઓની જાણકારી આપતા ૨૨ ટેબ્લો રજુ થશે.
આ ટેબ્લોમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના બેટી બચાવો બેટી વધાવો સહિત આરોગ્ય વિષયક યોજના,આર.ટી.ઓની રોડ સેફટી જાગૃતિ, પી.જી.વી.સી.એલ.ની સોલાર રુફ ટોપ, પાણી પુરવઠાની નલસેજલ યોજના, પશુપાલનની યોજનાકીય જાણકારી, સમાજ કલ્યાણની કાયદાકીય જાણકારી, લીડબેંકની સોશ્યલ સીકયુરીટી સ્કીમ, સિંચાઇની સૌની યોજના, ડિઝાસ્ટરની રાહત- બચાવ, જી.આઇ.ડી.સી.ની ડીસેલીનેશન વોટર પ્લાન્ટ જી.જી.આર.સી.ની માઇક્રો ઇરીગેશન સ્ટીમ, મહાનગરપાલીકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ તથા સ્માર્ટ સીટી, પ્રવાસનની દાંડી મેમોરીયલ, યુવા વિકાસની પૂ.ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ તથા સાંસ્કૃતિ થીમ, આત્મીય યુનિવર્સીટીની પ્લાસ્ટીક ફ્રી ઇન્ડીયા, ઉદ્યોગની ગુજરાતનો હસ્તકલા વારસો, આઇ.ઓ.સી.ની ઉજ્જવલા યોજના અને આર.કે. યુનિવર્સીટીની ભારતીય સેનાને શ્રધ્ધાંજલી અર્પતા ટેબ્લોનો સમાવેશ થાય છે.