મન હોય તો માળવે જવાય….
18 ડિસેમ્બરના રોજ નિરાલી રિસોર્ટ ખાતે ફેશન-શોમાં જોવા મળશે યુવતીઓનું અનોખું પ્રદર્શન: અંધ દીકરીઓ માટે ફેશન-શો પૂર્વે તૈયારીઓ કરવામાં આવી
આપણે ફેશન શો તો ઘણા બધા જોયા હોય છે . ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ઍન્ડ જ્વેલરી (આઇ.એફ.જે.ડી.)દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહયો છે.આ ફેશન શો એમજેઆર દ્વારા સંયોજિત તથા વી. ડી પારેખ અંધ મહિલાના સહયોગથી યોજવામાં આવી રહયો છે. આઇ.એફ. જે.ડી ઇન્સ્ટિટ્યૂટની ટીમ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહયો છે. કે જેમાં અંધ મહિલા વિકાસ ગૃહની 8 પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને રેમ્પ વોક માટે તૈયાર કરવામાં આવી રહી છે . ગઈ કાલે તેની ફાઇનલ પ્રેક્ટિસ અપાઈ હતી. આઇ.એફ.જે.ડી ઇન્સ્ટિટ્યૂટ ની ટીમ દ્વારા તેમને ખાસ ટ્રેનિંગ અપાઈ છે અને ફેશન શો માટે તેમના વિશિષ્ટ પોષાક આઇ.એફ. જે.ડી ની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે. 18 ડિસેમ્બરના રોજ રાજકોટના નિરાલી રિસોર્ટ ખાતે આ ફેશન શો યોજાનાર છે.
ફેશન-શોમાં પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને મોડેલ બનવાની એક તક મળશે: બોસ્કી નથવાણી
આઇ.એફ.જે.ડીના બોસ્કી નથવાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આઇ.એફ.જે.ડી દ્વારા સાતમો ફેશન શો યોજાવા જઈ રહ્યો છે. જેમાં દર વર્ષે લેકમે ફેશન વીકની મોડલ તો આવે જ છે પરંતું આ વર્ષે આ મોડેલની સાથે એક રાઉન્ડ આ ગર્લ્સનો પણ રખાયો છે કે જે જોઈ નથી શકતા. જેના માટે ખાસ તેઓની અનુકૂળતા મુજબ, ખૂબ જ સાવચેતી પૂર્વક ડ્રેસ ડીઝાઈન કરવામાં આવ્યા છે. જે ખૂબ જ પડકારજનક હતું કેમકે એ રીતે ડિઝાઈન કરવાની હતી જેથી તેઓને ચાલવામાં મુશ્કેલી ન અનુભવાય. તથા આ દરેક ડ્રેસની ડિઝાઈન અને સિલાઈ પણ અમારી ટીમ દ્વારા જ કરવામાં આવી છે. જેથી તેઓ રેમ્પ પર ખૂબ સરળ અને સારી રીતે પ્રદર્શન કરી શકે. બધી જ દીકરીઓના સ્વપ્નાઓ ખૂબ જ મોટા છે જેથી તેઓને ડ્રેસ જોઈ સહેજ પણ નિરાશ ન થાય એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય હતો.
મારૂ એક મોડલ બનવાનું સપનું છે: અવની ભટ્ટ
વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહના 17 વર્ષના વિદ્યાર્થિની અવની ભટ્ટે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આઇ.એફ.જે.ડી દ્વારા અમને ખૂબ જ સારી રીતે પ્રેક્ટિસ કરાવવામાં આવી છે. 15 દીવસ સુધી જીણવટ પુર્વકની દરેક વસ્તુઓ એમને સમજવામા આવી છે કે કંઈ રીતે સ્માઇલ આપવી, પોઝ શું કેવાય વગેરે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારુ સ્વપ્ન છે કે હું પણ એક મોડેલ બનુ અને જેના માટે મને સ્ટેજ પર આવવાની તક મળશે તે માટે હું આઇ.એફ.જે.ડી નો આભારી છું. આ શિખવવામાં મને ઘણી મુશ્કેલી અનુભવાઈ હતી જેને પસાર કરી અહીંયા સુઘી પોહચ્યા છીએ. એટલું જ નહી અમારા માતાપિતા અને સંસ્થાના ટ્રસ્ટી પણ અમારી આ પ્રતિભથી ખૂબ જ ખૂશ છે.
સંસ્થાની દિકરીઓ આઇ.એફ.જે.ડી ફેશન શોમાં ભાગ લેશે તેનો ગર્વ :દીના મોદી
વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહના ટ્રસ્ટી દીના મોદીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અંધ મહિલા વિકાસ ગૃહની દરેક દીકરીઓ ખૂબ જ પ્રતિભાશાળી છે. ત્યારે આઇ.એફ.જે.ડી ઇન્સ્ટિટ્યૂટના બોસ્કી નથવાણી દ્વારા તેમને ઓછા સમયમાં ખૂબ જ સારી પ્રેક્ટિસ કરાવાઈ છે. દીકરીઓને પૂરી ટીમ દ્વારા ખૂબ જ સારો સહકાર આપવામાં આવ્યો છે. સંસ્થની 8 દીકરીઓ આ ફેશન શોમાં ભાગ લઈ રહી છે તેનો મને ગર્વ છે.