૨૦૨૫ સુધીમાં રૂ.૧૩.૫૫ લાખ કરોડના ખર્ચે પરિયોજનાઓનું કામ પૂર્ણ થશે

રેલવે દ્વારા હવે બહુહૈતુક સંપર્ક વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં ધ્યાન આપીને મલ્ટીમીડીયા કનેકટીવીટીનાં અવિરભાવ સાથે મુસાફરો માટે સરળ વ્યવસ્થા ઉભી કરવાનો આગામી ચાર વર્ષમાં કાર્યસિધ્ધી માટે કવાયત હાથ ધરી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મંગળવારે એક બેઠક યોજાઈ હતી. નેશનલ ટ્રાન્સપોર્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશમાં રેલવે દ્વારા માર્ગ પરિવહન મંત્રાલયના સહયોગથી ૧૦ જેટલા બંદરોનાં જોડાણની મહાપરિયોજનાઓ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

એક પ્રેઝેનટેશનમાં રેલવેએ જણાવ્યું હતુ કે ૨૦૨૫ સુધીમાં ૧૩.૩૫ લાખ કરોડ રૂા.ના ખર્ચની આ પરિયોજનાઓ પુરી કરવામાં આવશે. જેમાં જમ્મુ-કાશ્મીરમાં ઉધમપૂર બાક્રામલ્લા રેલ જોડાણ ઉતરાખંડમાં ઋષિકેશ, અને કર્ણપ્રિયા ઉતરમાં જીરીબામ ઈનફાલ, અન્ય પરિયોજનાઓમાં ત્રણ માલ પરિવહન કોરીડોર અને અમદાવાદ મુંબઈ વચ્ચેના બુલેટટ્રેન પ્રોજેકટ દિલ્હી મુંબઈ અને દિલ્હી હાવરા વચ્ચે સેમીહાઈસ્પીડ કોરિડોર પરિયોજનાનો સમાવેશ થાય છે.

સુત્રોના જણાવ્યામુજબ વડાપ્રધાને રેલવેને માલગાડીઓની ઝડપ અને કોચની ઉત્પાદન વધારીને માંગને પહોચી વળવા ઉપર ધ્યાન આપવા સૂચના આપી હતી. લાંબા ગાળે ઉભી થનારી આ જરૂરીયાતો પહોચી વળવા વડાપ્રધાને તાકીદ કરી હતી.

રેલવે વ્યવસ્થાપનતંત્રને આખી વ્યવસ્થા સુદ્દઢ રીતે ચાલે તે માટે નિષ્ણાંતોને કામ લગાડવાની તાકીદ કરી હતી. રેલવે આરોગ્યવીમા કવચ વિસ્તૃત કરવા કટીબધ્ધ બન્યું છે. રેલવેએ બુધવારે જણાવ્યું હતુ કે રેલવે તંત્રએ ૧૩ લાખ જેટલા કર્મચારીઓને તબીબી સુવિધાઓને વધુ સુદ્દઢ બનાવવા માટે આરોગ્ય વીમા યોજનાઓ દાખલ કરી છે.

રાષ્ટ્રીય પરિવહન સંચાલકો તેમના કામદારો અને આબ્રિત પરિવારજનોને રેલવે ર્ક્મચારી વીમા યોજના અને રાજય સરકારની આરોગ્ય સેવાના માધ્યમથી આ સેવા પુરી પાડી રહી છે. તેમ છતા હવે આરોગ્ય સુવિધાની આ સેવાને વ્યાપક ધોરણે વિસ્તૃત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટેની સમિક્ષાની કાર્યવાહી હાથ ધરી સહાય વળતર આરોગ્ય વિમા યોજનાઓને રેલવે કર્મચારીઓ માટે શરૂ કરીને આપાતકાલીન આરોગ્ય કટોકટી અને અન્ય સ્થિતિમાં આર્થિક જોખમ સામે કર્મચારીઓને સુરક્ષા પ્રદાન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રેલવે મંત્રાલય માર્ગપરિવહન અને બંદર વિભાગના સહયોગથી ૨૫ જેટલા રેલવે સ્ટેશનોને ઈન્ટરમોડલ ધોરણે વિકસાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.