દ્વારકા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ હેડ કોન્સ. અરજણભાઈ આહિર તથા પોલીસ હેડ કોન્સ. મસરીભાઈ આહિરને બાતમીરાહે હકિકત મળેલ કે, દ્વારકા તાલુકાના ટુપણી ગામની સીમમાં કારૂભાઈ સીદાભાઈ માડમ જાતે આહિર તેના કબ્જા ભોગવટાના વાડીના મકાને બહારી માણસો બોલાવી ગંજીપતાના પાના પૈસા વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી-રમાડી પૈસાની હારજીત કરી તેના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે
તેવી હકીકત મળતા મજકુરના વાડીના મકાને રેઈડ કરતા કારૂભાઈ સીદાભાઈ માડમ રહે.ટુપણી ગામ તા.કલ્યાણપુર, રામભાઈ અરજણભાઈ કાબરીયા રહે.રણજીતપુર ગામ તા.કલ્યાણપુર, ઈસ્માઈલભાઈ અબુભાઈ રૂઝાં રહે.ગુરગટ નવાપરા તા.કલ્યાણપુર, વિનોદભાઈ ઉર્ફે વીરો કેશુરભાઈ સુવા રહે.રણજીતપુર ગામ તા.કલ્યાણપુર, કેશુરભાઈ વરવાભાઈ માડમ રહે.ટુપણી વાડી વિસ્તાર તા.દ્વારકા, વાલાભાઈ લક્ષ્મણ બુજડ રહે.ગામ નાના ભાવડા તા.દ્વારકા, અરજણભાઈ સવદાભાઈ માડમ રહે.ગામ ટુપણી વાડી વિસ્તાર તા.દ્વારકા, રામદેભાઈ કરશનભાઈ ગોજીયા રહે.ટુપણી વાડી વિસ્તાર તા.દ્વારકા વાળાઓ પાસેથી જુગારના સાધનો તથા રોકડા મળી કુલ રૂ.૧,૫૧,૨૫૦/-ના મુદ્દામાલ સાથે આરોપીઓને અટક કરી દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો રેકર્ડ કરી આગળની કાર્યવાહી કરેલ છે.