- અલગ અલગ પાંચ જેટલાં બનાવ : 3 સગીરોની પણ ભાળ નથી મળતી
Rajkot News : રાજકોટ શહેરમાં ફકત છેલ્લા 24 કલાકમાં ગુમ થવાના અલગ અલગ પાંચ જેટલાં બનાવ બનવા પામ્યાં છે. જે બનાવમાં ત્રણ બાળકો સહીત કુલ 8 લોકો ગુમ થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. મામલામાં પોલીસની ટિમોએ ગુમ થનારની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.
ક્યાથી કોણ ગુમ થયું ?
ગુમ થવાના બનાવો અંગે જો વાત કરવામાં આવે તો પ્રથમ બનાવ ભક્તિનગર પોલીસના ચોપડે નોંધાયો છે. જેમાં કોઠારીયા રોડ પરની આશાપુરા સોસાયટીમાં રહેતા વિજયભાઈ ખોડાભાઈ ટાંકએ જાહેર કરેલી વિગતો અનુસાર તેમના પત્ની રાધાબેન(ઉ.વ.35) તેની 14 વર્ષીય પુત્રી માધવી, 12 વર્ષીય પુત્રી ક્રિષ્ના અને 9 વર્ષીય પુત્ર ધાર્મિક સાથે ગત તા. 28 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં ઘરેથી ચાલ્યા ગયાં છે. જે અંગે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવ તાલુકા પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં કોઠારીયા સોલવન્ટના મહંમદી બાગમાં રહેતા અને પાર્લરનું કામ કરતા સુજાન મહેબૂબભાઈ બાક્રોલિયા ગત તા. 29 ફેબ્રુઆરીના રોજ રાત્રીના 8 વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ પરત નહિ ફરતા પિતા મહેબૂબભાઈ અલાઉદીનભાઈએ તાલુકા પોલીસને જાણ કરી છે.
ત્રીજો બનાવ પણ તાલુકા પોલીસ મથકના ચોપડે જ નોંધાયો છે. જેમાં નિરલકુમારી જેન્તીભાઇ ચૌધરી(ઉ.વ. 18) નામની મોટામૌવા ખાતે રહેતી યુવતી ડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટ, કણકોટ ખાતેથી ગુમ થયાની નોંધ કરવામાં આવી છે.
ચોથો બનાવ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો છે જેમાં મૂળ ઓડિશાનો વતની અને હાલ રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા જીવરાજપાર્કમાં રહેતા રવિન્દ્ર જેની(ઉ.વ.38) વાળા ગત તા. 28 ફેબ્રુઆરીના રોજ બપોરે બે કલાકે એસટી બસસ્ટેન્ડથી કોઈક કારણોસર ક્યાંક એકલા ચાલ્યાની ગયાની નોંધ બનેવી મનોરંજનભાઈ જેનીએ કરાવી છે.
અંતિમ અને પાંચમો બનાવ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાયો છે. જે બનાવમાં જયંતિભાઈ ડોબરીયા નામના વૃદ્ધે જાહેર કરેલી વિગત અનુસાર તેમની પુત્રી ટ્વિંકલ ડોબરીયા (ઉ.વ. 22) ગત તા. 28 ફેબ્રુઆરીના રોજ બપોરે બે વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યા બાદ પરત ફરી ન હતી. જે બાદ પરિવારે શોધખોળ કરતા પુત્રી મળી નહિ આવતા તેમણે પોલીસને જાણ કરી હતી.
માતા ત્રણ બાળકો સાથે ઘરેથી નીકળ્યા બાદ પરત નહિ આવતા પરીવારમાં ચિંતાનો માહોલ
કોઠારીયા રોડ પરની આશાપુરા સોસાયટીમાં રહેતા વિજયભાઈ ખોડાભાઈ ટાંકએ જાહેર કરેલી વિગતો અનુસાર તેમના પત્ની રાધાબેન(ઉ.વ.35) તેની 14 વર્ષીય પુત્રી માધવી, 12 વર્ષીય પુત્રી ક્રિષ્ના અને 9 વર્ષીય પુત્ર ધાર્મિક સાથે ગત તા. 28 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં ઘરેથી ચાલ્યા ગયાં છે. જે અંગે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
બે યુવતીઓ ભેદી રીતે ગાયબ થઇ જતાં પરીવાર પોલીસ સ્ટેશન દોડી ગયો
શહેરમાં અલગ અલગ બે બનાવમાં બે યુવતીઓ ગાયબ થઇ ગયાની ઘટના સામે આવી છે. જેમાં નિરલકુમારી જેન્તીભાઇ ચૌધરી(ઉ.વ. 18) નામની મોટામૌવા ખાતે રહેતી યુવતી ડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટ, કણકોટ ખાતેથી ગુમ થયાની નોંધ કરવામાં આવી છે.જયારે અન્ય બનાવમાં ટ્વિંકલ ડોબરીયા (ઉ.વ. 22) ગત તા. 28 ફેબ્રુઆરીના રોજ બપોરે બે વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યા બાદ પરત ફરી ન હતી. જે બાદ પરિવારે શોધખોળ કરતા પુત્રી મળી નહિ આવતા તેમણે પોલીસને જાણ કરી હતી