લોકડાઉન દરમિયાન આવા સ્થળાંતરીતો સમુહમાં પોતાના વતન તરફ જવા લાગ્યા હોય કોરોના વાઈરસ ફેલાવાની સંભાવના વધતા કેન્દ્ર સરકાર ચોંકી: દરેક રાજયોને આવા સ્થળાંતરીતોને જયાં છે ત્યાં રાખવા તાકિદ કરી
૧૩૦ કરોડની વસ્તી ધરાવતા વિશાળ દેશ ભારતમાં ૨૫ ટકા લોકો પોતાના વતનથી સ્થાનાંતર કરીને દેશના બીજા ભાગોમાં વસવાટ કરે છે. નોકરી, ધંધા કે વ્યવસાય કે અન્ય કારણોસર પોતાના વતનને છોડીને અન્યત્ર સ્થાનાંતર થઈને વસવાટ કરનારા આવા લોકો આપત્તિના સમયે સરકાર માટે મુશ્કેલી ઉભી કરે છે. આવા સ્થાનાંતરી લોકો આપત્તિના સમયે પોતાના વતન તરફ જતા દોડ મૂકતા હોય ચેપ ફેલાવતા રોગો જેવી સમસ્યા સમયે દેશભર માટે વિકરાળ સ્થિતિ ઉભી થાય છે. હાલમાં ભારતભરમાં ફેલાઈ રહેલા અતિચેપી એવા કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ, આવા સ્થાનાંતરીત લોકો સમુહમાં પોતાના વતન તરફ પ્રયાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે દેશભર માટે ખતરાની ઘંટી સમાન બાબત છે.
ચીન માંથી ફેલાયેલા કોરોના વાઈરસ ની એકબી જાના સંપર્કમા આવવાથી ઝડભેર ફેલાઈ જાય છે. હાલમાં કોરોના વાઈરસની કોઈ દવા શોધાઈ ન હોય ચીન, ઈટલી, અમેરિકા જેવા દેશોમાં પણ આ રોગ અંગેની કાળજી ન રાખવાથી હજારો લોકોના મોત થવા પામ્યા છે. કોરોના વાઈરસને ફેલાતો રોકવા સોશ્યલ ડીસ્ટર્ન રાખવું અતિ જરૂરી હોય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગત મંગળવાર ૨૧ દિવસનાં દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉનનો કડક અમલ કરાવીને વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા દેશભરમાં જીવન જરૂરી સિવાય તમામ પ્રકારના ધંધા વ્યવસાયો, કારખાનાઓ, ખાનગી કંપનીઓ વગેરેને સજજડ બંધ કરાવ્યા છે. જેના કારણે દેશભરમાં આવા ધંધા-રાજેગાર સાથે જોડાયેલા કરોડો લોકો સાવ નવરા થઈ ગયા છે.
જેથક્ષ દેશના તમામ ભાગોમાંથી આવા સ્થાનાંતરીત થયેલા લોકો પોતાના વતન તરફ જવા ઉતાવળા થઈ રહ્યા છે. આવા સ્થાનાંતરીતો કે જેમાં શ્રમિકોથી માંડીને નોકરીયાતો અને ધંધા વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે. તેઓ જયાં વસવાટ કરે છે તે વિસ્તારમાં કોરોના વાઈરસની સ્થિતિને ધ્યાનમાં લીધા વગર પોતાના વતન તરફ જવા લાગ્યા છે.
જેના કારણે તેઓના વતનમાં પણ કોરોના વાઈરસ ફેલાવવાની સંભાવના વધી જવા પામી છે. શ્રમિક કે નાના મોટા ધંધા વ્યવસાય માટે પોતાના વતનને છોડીને દેશના બીજા ભાગોમાં વસવાટ કરનારા સ્થાનાંતરીત લોકો હાલની લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ સમુહમાં પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે.
હાલમાં લોકડાઉનના કારણે કારખાનાઓ કે અન્ય નાના મોટા વ્યવસાયો સંપૂર્ણ પણે બંધ હોય તેમાં કામ કરતા આવા સ્થાનાંતરીત લોકો સમુહમાં પરિવાર સાથે પોતાના વતન તરફ જવા ઉતાવળા બન્યા છે. હાલમાં બસ, ટ્રેનો, વગેરે જેવા જાહેર પરિવહનો પણ સંપૂર્ણ બંધ હોય ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં પરિવાર સાથે રહેતા શ્રમિક સ્થાનાંતરીતો પોતાના વતન તરફ જતા પરિવાર સાથે પગપાળા ચાલવા લાગ્યા છે. આવા પરિવારો શહેરી વિસ્તારોમાં પહોચતા વહીવટ અને પોલીસ તંત્ર દ્વારા તેમને માનવતાની દ્રષ્ટીએ તેમને તેમના વતનમાં જવાના વાહનોની વ્યવસ્થા કરી આપી રહ્યા છે.
જેથી એક વાહનમાં સમુહમાં પોતાના વતનમાં જતા આવા સ્થાનાંતરીતોને કારણે કોરોના વાઈરસ ઝડપભેર ફેલાવવાની સંભાવના વધી જાય છે. જેથી દેશભરમાંથી સ્થાનાંતરીતો દ્વારા પોતાના વતન તરફ જવા લગાવાયેલી દોડથી કેન્દ્ર સરકાર પણ ચોંકી ઉઠી છે. કોરોના વાઈરસને ફેલાતો રોકવામાં સોશ્યલ ડીસ્ટર્ન અતિ જરૂરી હોવાથી લોકડાઉન કરવામાં આવ્યું છે પરંતુ આવા સ્થાનાંતરીતોના સમુહમાં વતન તરફ જવાના પ્રયાસોના કારણે સરકારનાપ્રયાસો પર પાણી ફળવાની શકયતા ઉભી થવા પામી છે. જેથી, કેન્દ્ર સરકારે આ મદે દરેક રાજય સરકારોને તાકીદ કરીને લોકડાઉન દરમ્યાન સ્થાનાંતરીતોને જયાં છે ત્યાં જ રોકી રાખવા જણાવ્યું છે. ઉપરાંત આ સ્થાનાંતરીતોને રહેવાજમવા સહિતની તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ પૂરી પાડવા જણાવ્યું છે.
સમુહમાં સ્થળાંતર અટકાવવા દરેક મુખ્યમંત્રીઓને અમિત શાહની તાકિદ
કોરોના વાઈરસને દેશભરમાં ફેલાતો રોકવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલા લોકડાઉન છતા દેશના તમામ વિસ્તારોમાંથી હજારો સ્થાનાંતરીત લોકોએ પોતાના વતનમાં જવા દોડ લગાવી રહ્યા છે. સમુહમાં યોગ્ય કાળજી રાખ્યા વગર થતા આ સ્થાંનાતરના કારણે કોરોના વાઈરસ ફેલાવવાની સંભાવના વધી જાય છે. જેથી મોટાભાગે વસવાટના સ્થળે રોજગારી બંધ થઈ જવાથી થતા આવા સ્થાનાંતરને અટકાવવા ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ સમસ્યા જયાં મોટાપ્રમાણમાં ઉપસ્થિત થવા પામી ચે. તેવા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. અમિતભાઈ શાહે આ મુખ્યમંત્રીઓને રોજગાર બંધ થવાના કારણે આવક બંધ થઈ જવાથી આવા સ્થાનાંતરીતો પોતાના વતન જઈ રહ્યા હોય તેમને જયાં છે ત્યાં રોકી રાખવા જણાવ્યું હતુ આવા સ્થાનાંતરીતોને રહેવા માટે યોગ્ય આશ્રય સ્થાનો પૂરા પાડવા ઉપરાંત તેમને ભોજન પાણી આરોગ્ય સેવા સહિતની તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડવા પણ જણાવાયું હતુ શાહે સ્થાનાંતરીતોની સમસ્યાથી પીડિતા રાજયોનાં મુખ્યમંત્રીઓને જરૂર પડયે કેન્દ્ર સરકારની તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની ખાત્રી પણ આપી હતી શાહે લોકડાઉનમાં આ સમસ્યાને ટાળવા આવા સ્થાનાંતરીતોને તેમના વતનમાં જવા વાહન વ્યવહારની સુવિધા પુરી પાડી રાજય સરકારોને આવું ન કરવા તાકીદ પણ કરી હતી.
‘બે-ખૌફ’નેતાઓ કવોરેન્ટાઇનની સમજ પણ ભૂલી ગયા !!!
કોરોના વાયરસ એકબીજાના સંસર્ગમાં આવવાથી ઝડપભેર ફેલાતો હોય તથા હાલમાં તેની કોઈ દવા શોધાઈ નથી જેના કારણે કોરોના વાઈરસને ફેલાતો રોકવા સોશિયલ ડિસ્ટર્ન રાખવા ઉપરાંત લોકોને તેમના ઘરમાં જ રાખીને કવોરન્ટાઈન કરવાની ખાસ જરૂર હોય છે. જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૧ ધ્વિસનાં દેશવ્યાપી લોકડાઉન આપીને જીવનજરૂરી સિવાય તમામ ધંધા-રોજગાર બંધ રાખીને લોકોને તેમના ઘરમાં જ પુરાઈ રહીને કવોરન્ટાઈન કરવાની તાકિદ કરી છે પરંતુ સોનિયા ગાંધી જેવા અમુક ‘બે-ખૌફ’ નેતાઓ કવોરન્ટાઈનની સમજ ભુલી ગયા હોય તેમ સ્થળાંતર કરી રહેલા લોકોને વાહન વ્યવહારની મદદ કરવા સરકારને પત્ર લખીને આવી વિપરિત સ્થિતિમાં રાજકારણ ખેલી રહ્યાનું બહાર આવવા પામ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દેશમાં લોકડાઉન દરમિયાન રસ્તાઓમાં ફસાયેલા મજુરો અને ગરીબ લોકોને મદદ કરવા માટે દેશવ્યાપી પરામર્શ જારી કરવા વિનંતી કરી છે. સોનિયાએ ફસાયેલા લોકોને તેમના ઘરો સુધી પહોંચવા માટે રાજય પરિવહન સેવાઓ પ્રદાન કરવા અને જિલ્લા કલેકટરને તેમની મદદ કરવાની જવાબદારી સોંપવા માંગ કરી છે. સોનિયાએ તેના પત્રમાં જણાવ્યું છે કે, જાહેર પરિવહન સેવા બંધ હોવાને કારણે લાખો કામદારોને સેંકડો કિલોમીટર દુર તેમના ઘરે જવા માટે મજબુર કરવામાં આવે છે. ઘણા લોકો તેમના ઘરો અને હોટલોમાં છે અને તેમની પાસે પૈસા નથી.
વિદેશથી આવેલા ૧પ લાખ લોકો ઉપર ‘કવોરેન્ટાઇન લેન્સ’
દેશમાં કોરોના વાયરસનો પ્રવેશ વિદેશથી આવેલા ભારતીયોના કારણે થયો છે. ગત તા.૧૮ જાન્યુઆરીથી ૨૮ માર્ચ સુધીમાં દેશમાં ૧૫ લાખ લોકોનો પ્રવેશ થયો હતો. આ લોકોના કારણે દેશમાં કોરોના વાયરસનું જોખમ ઉભુ થયું છે.
અનેક લોકો સરકારની સલાહ મુજબ કવોરન્ટાઈન ન થયા હોવાના કારણે લોકલ ટ્રાન્સમીશનનું જોખમ ઉભુ થયું હતું. હવે આ તમામ ઉપર સરકારની નજર રહેશે. ૧૫ લાખમાંથી કેટલાક લોકોએ સરકારના કવોરન્ટાઈન પ્રોગ્રામ અંતર્ગત ભાગ લીધો ન હતો. તેઓ બેદરકારી દાખવી રોજબરોજની ગતિવિધિમાં લાગી ગયા હતા. પરિણામે લાખો લોકો પર સંક્રમણનો ખતરો ઉભો થયો છે. વિદેશથી આવેલા લોકોને શોધીને એકબાજુ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. ભારતને કોરોના વાયરસ ફેલાવવાના ત્રીજા સ્ટેજમાં જતો અટકાવવા પ્રયત્નો થઈ ર્હયાં છે ત્યારે કેટલાક લોકોએ દાખવેલી બેદરકારીના કારણે આગામી સમયમાં અનેક પરિવારો બરબાદ થાય તેવી સ્થિતિ છે. હવે સરકાર ૧૫ લાખ જેટલા મુસાફરોને કવોરન્ટાઈન મુદ્દે તપાસ કરશે.
કટોકટીના સમયે અખબારો જ વિશ્ર્વાસનું એક સાધન
કોરોના વાયરસના ફેલાવાની સાથો સાથ ફેક ન્યૂઝનો પ્રમાણ પણ એટલી જ ભયાનકતાથી વધી રહ્યું છે. કોરોના વાયરસનું સંક્રમણ રોકવાના બોગસ ઉપચારો વાયરલ બન્યા છે. ઉપરાંત કોરોના વાયરસના સંક્રમણ મુદ્દે સનસનાટીભર્યા સમાચારો સોશ્યલ મીડિયામાં લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. આવા સંજોગોમાં દાયકાઓથી વિશ્ર્વાસનું પ્રતિક ગણાતા વર્તમાનપત્રોના સમાચારોનો જ વિશ્ર્વાસ કરવો જોઈએ. લોકો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયો કે મેસેજથી ભરમાઈ કોઈ ખોટા પગલા ન લે તે ખુબજ આવશ્યક છે. વેરિફાઈ થયેલા સમાચાર હોવાથી કોરોના વાયરસના કપરા સમયે વર્તમાનપત્રો પર લોકોએ વધુ વિશ્ર્વાસ રાખવો જરૂરી છે.
રવિ પાકની નુકશાની બચાવવા ખેત મજદુરોને લોકડાઉનની મુકિત
ભારતમાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે ૧૩૦ કરોડની વસ્તીની સુરક્ષા માટે લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટનસના અસરકારક અમલ બાદ જીવન જરુરી ચીજવસ્તુઓ અને ખાસ કરીને ખેત પેદાશોનો વિનિયમ વેચાણ અને પરિવહનની પ્રવૃતિને અસર ન થાય તે માટે ખેત પ્રવૃતિ અને ખેડૂતો માર્કેટીંગ યાર્ડોને લોકડાઉનના નિયમોમાંથી મુકિત આપવાનો નિર્ણય કર્યો છે. રવિ પાકોની આવનારા દિવસોની લાગણીમાં તકલીફ ન પાડે તે માટે કેન્દ્ર સરકારે લોકડાઉનના નિયમોમાંથી ખેત પેદાશો લેનાર સંસ્થાઓ માર્કેટીંગ યાર્ડ, ખેતી પ્રવૃતિ અને ખેતીના સાધનો વેચતા ભાડે આપતા કેન્દ્રો ઉૈપરાંત આંતરીક અને આંતરરાજય ખેત પેદાશેના પરિવહનને લોકડાઉનમાંથી મુકિત આપવાનો નિર્ણય કર્યો છે.
સરકારે ખેત મજુરો અને કામદારોની સાથે સાથે ખાતર જંતુનાશક દવાઓ, બિયારણના ઉત્પાદકો વેપારીઓ અને વિક્રેતાઓને લોકડાઉનમાંથી મુકિત આપવાના ગૃહ મંત્રાલયના માર્ગદર્શીકા મુજબ નિર્ણય લીધો છે ખાતરની દુકાનો ખેત ઓજારો ભાડે આપતા કેન્દ્રોને પણ લોકડાઉનના સમય દરમિયાન કાર્યરત રહેવાની છુટ આપી છે. ખેડુતોને ખેતપેદાશોના વેચાણની સાથે સાથે ખેત પેદાશ લેનારએજન્સીઓને સરકારે નકકી કરેલા ટેકાના ભાવથી વસ્તુઓ મળી રહે તે માટે માર્કેટીંગ યાર્ડને લોકડાઉનમાંથી મુકિત આપવાનો નિર્ણય કર્યો છે. ખેડુતો રવિ પાકની લાગણીમાં અને માલ લઇ યાર્ડ સુધી પહોચાડવામાં મુશ્કેલીઓ અનુભવાય હોવાની રાષ્ટ્ર વ્યાપી ફરીયાદોના પગલે ખેડૂત, ખેતી અને ખેતી સંલગ્નને લોકડાઉનમાંથી મુકિત આપવાનો નિર્ણય કર્યો છે.
દેશભરમાં શિયાળુ, રવિપાક જેવા કે ઘંઉ રાય અને રાયડો, મકાઇ અને કઠોળના શરુઆત થઇ ચુકી છે અને આગામી મહિનાઓમાં રવિપાક ખાતરમાં આવે તે પહેલા લોકડાઉનના નિયમોમાં હળવાશ કરવાનો સરકારે નિતી વિષયક નિર્ણય લઇ દેશમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત ઉભી ન થાય અને ખેડુતો દવા, ખાતર, બિયારણ, ઓજારો સરળતાથી મેળવી શકે અને માલ લઇ શકે તે માટે સરકારે ખેડુતો માટે સરકારે લોકડાઉનના નિયમ હળવો કર્યો છે.