બીજાપુર ખાતે પોલીસની ટુકડીઓ પર હુમલો કરનારા નકસલીઓની ગિરફતારી

ગત તારીખ ૧૭મેંના રોજ છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં નકસલીઓ સામેની મુતભેડમાં ૩ પોલીસકર્મીઓ શહિદ થયા હતા. અગાઉ પણ એક હુમલામાં અનેક પોલીસકર્મીઓને મોતને ઘાટ ઉતારનાર નકસલીઓના સફાયા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી ત્યારે ૮ નકસલીઓને દબોચી લેવામાં આવ્યા છે.

બીજપુર ખાતે ગ્રામજનો દ્વારા કરાઈ રહેલા વિરોધ વચ્ચે બંદોબસ્તમાં હાજર રહેલા પોલીસકર્મીઓ પર નકસલીઓએ હુમલો કરીને ૩ જેટલા પોલીસકર્મીઓને મોતને ઘાટ ઉતારી દેનારા નકસલી દળના ૮ જેટલાં સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથોસાથ આ ઘટનામાં ૫ જેટલા પોલીસ જવાનો ગંભીરરૂપે ઇજાગ્રસ્ત પણ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ.સમયગાળા દરમિયાન નકસલીઓ દ્વારા પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

ઇન્સ્પેક્ટર જનરલ પી સુંદરરાજ દ્વારા સતાવાર રીતે ૮ નકસલીઓની ધરપકડ અંગે વિગતો રજૂ કરવામાં આવી હતી. હાલ તમામ નકસલીઓના રિમાન્ડ માંગવામાં આવ્યા છે. રિમાન્ડ મળ્યા બાદ પોલીસની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવે તો પણ નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.