ડોન્લડ ટ્રમ્પે ઓબામાનો વઘુ એક નિર્ણયમાં ફેરફાર કર્યો છે. બાળપણમાં ગેરકાયદે રીતે અમેરિકા લઈ જવામાં આવેલા પ્રવાસીઓને દેશમાંથી કાઢવાને બદલે તેમને અસ્થાયી રાહત આપવા માટે DACA (ડેફર્ડ એક્શન ફોર ચાઈલ્ડ હુડ) પ્રોગ્રામ રદ કરવામાં આવ્યો છે. તેમાં અંદાજે 8 લાખ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રહેતા યંગ ઇમિગ્રન્ટ્સને વર્ક પરમિટ આપતી ગ્રાન્ટ રદ કરવાની જાહેરાત કરી છે. તેમાં અંદાજે 7,000 લોકો ભારતીય મૂળના છે. ટ્રમ્પના આ નિર્ણયનો સમગ્ર દેશમાં વિરોધ થયો છે.
– ટ્રમ્પની આ જાહેરાત પછી વ્હાઈટ હાઉસની બહાર હજારો લોકોએ વિરોધ-પ્રદર્શન કર્યા હતા. ડીએસીએ પ્રોગ્રામ ઓબામાના પ્રશાસનમાં 2012માં લાગુ કરવામાં આવ્યો હતો.
– તેને રદ કરવાની જાહેરાત કરતા અમેરિકાના અટોર્ની જનરલ જેસ સેશન્સે કહ્યું છે કે, ડીએસીએની બંધારણમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. તેના કારણે હજારો અમેરિકીઓ પાસેથી નોકરી છીનવાઈને ગેરકાયદે પ્રવાસીઓને મળી રહી છે. પોતાની મરજીથી ઘુસેલા કોઈ પણ પ્રવાસીઓને અમે અહીં ન રાખી શકીએ.
– આ નિર્ણયની તુરંત કોઈ અશર દેખાશે નહીં. ગૃહ વિભાગને ધીમે ધીમે બધાની રાહત પૂરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે રાહત મેળનાર ડીએસીએ અંતર્ગત અરજી કરી શકસે નહીં.
– પહેલેથી જે લોકોને રાહત મળી ગઈ છે તેમની સુવિધા ચાલુ રાખવામાં આવશે. પરમિટ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ કામ કરી શકે છે. તેમને મળેલું સરંક્ષણ જો આવતા વર્ષે 5 માર્ચ પહેલા પુરૂ થતું હશે તો તેઓ 5 ઓક્ટોબર સુધીમાં તેને છેલ્લી વાર રિન્યુ કરાવી શકશે. પરંતુ જો તે 6 માર્ચે પણ પૂરૂ થતું હશે તો પણ તેને રિન્યુ કરી શકાશે.