વરિષ્ઠ ભાજપ નેતા તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દ્વારા હલ્દોની ગામમાં ‘ખાટલા બેઠક’ દરમિયાન કોંગ્રેસની ઝાટકણી
વરિષ્ઠ ભાજપ નેતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અલ્પસંખ્યક મોરચા ઇરફાન અહમદે આજે ગ્રામ હલ્દોનીમા કિસાન ખાટલા પંચાયત અંતર્ગત કિસાનોને સંબોધિત કરતા કહ્યું હતું કે કોંગ્રેસે વરસો વરસ કિસાનોને વોટબેંકની જેમ ઉપયોગ તથા ખોટી લાલચ આપીને ગુમરાહ કરે છે.
વધુમાં ઇરફાનજીએ જણાવ્યું હતું કે મોદી સરકાર દ્વારા ખેડૂત ભાઇ-બહેનોને પાકની ભરપૂર કિમત આપવાની ગેરન્ટી છે. કૃષિ સુધારા બિલ, કોંગ્રેસ અને તેના સાથી દળ કિશાન બિલને લઇને ખેડૂતોમા ડર ફેલાવીને તેને ભટકાવે છે. જયારે મોદી સરકાર ખેડૂત સશકત કરવા માટે પગલા લે છે. તો કોંગ્રેસ કિસાનોને ભટકાવવાની કાવત્રુ કરી રહી છે.
ખેત ઉપરજ વ્યાપાર અને વાણિજય ખરડો, ખેત કિંમત આશ્ર્વાસન અને કૃષિ સેવા પર કરાર ખરડો અને આવશ્યક વસ્તુ અંગે ખરડો રજૂ થવાથી હવે ખેડૂતોને પોતાના પાકનું ભંડારણ અને વેંચાણની આઝાદી મળશે. અને વચેટીયાઓના ચુંગાલમાંથી તેને મુક્તિ મળશે. ખેડૂતો ખરીદદારો સાથે સીધ જ જોડાઇ શકશે. જેનાથી ખેડૂતોને તેની ઉપજની ભરપૂર કિંમત મળી શકે.
ખેડૂતોની પહોંચ અતિઆધુનિક ખેત પ્રૌદ્યોગિકી, કૃષિ ઉપકરણ અને ઉનીત ખાતર-બીજ સુધી હશે. ખેડૂતોને ૩ દિવસમાં વળતરની ગેરેન્ટી મળશે. ખેડૂતો પોતાના પાકનો સોદો માત્ર બલકે અન્ય રાજયના લાયસન્સ ધરાવતા વ્પાયારીઓ સાથે પણ કરી શકે છે. જેનાથી બજારમાં પ્રતિ સ્પર્ધા થશે અને ખેડૂતોને પોતાની મહેનતની સારી કિંમત મળશે. દેશભરમાં ખેડૂતોને ઉપજ વેંચવા માટે ‘વનનેશન વન માર્કેટ’ના યુર્વાનુમાનોને પ્રોત્સાહન મળશે.
આ સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના ગામડા, ગરીબ, ખેડૂતોના હિતમાં સમર્પિત છે અને મોદી સરકારમાં ખેડૂતોના એક પણ હકને નિર્બળ નહીં કરવામાં આવે. મોદી સરકારમાં માત્ર ‘પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ અંતર્ગત જ ખેડૂતોને ૯૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ ધનરાશિ આપવામાં આવી છે. કોંગ્રેસ અને અન્ય વિરોધી દળના ખેડૂતોને ગુમરાહ કરવાની કોશિશ કરે છે. જયારે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ વારવાર જણાવી ચૂકયા છે કે દેશભરમાં એમએસપીની વ્યવસ્થા પહેલાની જેમ યથાવત રહેશે અને તેમાં કોઇ બદલાવ નહીં કરવામાં આવે.
તેઓએ વધુમાં જણાવતા કહ્યું હતું કે મોદી સરકારે એક લાલ ૩૪ હજાર કરોડ રૂપિયા કરી આપ્યા છે. ૨૨ કરોડથી વધુ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે.
પીએમ પાક વિમાનો લાભ આઠ કરોડ ખેડૂતોને આપવામાં આવ્યો છે. મોદી સરકાર દ્વારા ૧૦ હજાર નવા ફાર્મસ પ્રોડયુસર ઓગેનાઇઝેશન પર ૬,૮૫૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આત્મનિર્ભર પેકેજ અંતર્ગત કૃષિ ક્ષેત્ર માટે ૧ લાખ કરોડની ઘોષણા કરવામાં આવી છે. ખેડૂતોના લોન માટે પહેલા ૮ કરોડના બદલે હવે ૧૫ લાખ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે, કોંગ્રેસ અને કંપનીના મતે ખેત કરારમાં ખેડૂતોને પક્ષ નિર્બળ હશે. અને તેઓ કિંમતોના નિર્ધાર નહીં કરી શકે જયારે હક્કિત તો એ છે કે ખેડૂતોને તેમાં સંપૂર્ણ સ્વતંત્રતા મળશે અને તે પોતાની ઇચ્છા મુજબ કિંમત નકકી કરીને પોતાની ઉપજ વેંચી શકશે. જો ખેડૂત આ વાતથી સંતુષ્ટ નથી તો તેઓ કોઇપણ સમયે આ બાબતનો અંત લાવી શકે છે. ખેડૂતોના હિતોની ૧૦૦ ટકા ગેરેંટી છે. કૃષિ સુધાર કરાર!!
આ કાર્યક્રમના આયોજન સરફરાઝ અલી પૂર્વાધ્યક્ષ અલ્પસંખ્યક મોરચો ઉતર પ્રદેશ વગેરે ગણમાન્ય ખેડૂત અને ગ્રામ પ્રધાન પંચાયત સદસ્ય બીડીસી મેમ્બર અને અબ્દુલ હક, હાજી અહમદ નૌસાદ અબ્બાસી, રાજેશસિંહ પવન સૈની, રાજેન્દ્ર શર્મા, રાજેશકુમાર વગેરેએ ખાટલા પંચાયતમાં ભાગ લીધો હતો. અને ખેડૂત કરાર બિલનું સમર્થન કર્યુ હતુ.