વડિયાના લુણીધાર ગામથી મોટાઆકડીયા સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં રોડ પર એક એક ફુટના ખાડા જોવા મળી રહ્યા છે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહીં આવતા ગામ જનો આકરા પાણીએ ગામ જનો જણાવિ રહ્યા છે કે ચુંટણી સમયે જાહેર સભામાં અમોને ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી એ જણાવ્યું હતું કે હું ચુંટણી જીતી જાવ એટલે આઠથી દસ દિવસ માંજ તમારો રોડ નવો બનાવી આપીશચૂંટણી સમયે આપેલ વાયદા અને વચનો ૮ દિવસમાં રોડ કરી આપીસુ અને મત મેળવ્યા બાદ બે બે વર્ષ વીત્યા છતાં કોઈ જાતની ખબરશુદ્ધા નથી પૂછી ગ્રામજનો ની અવાર નવાર રજૂઆતો છતાં બેધ્યાન તંત્ર સામે અને ધારાસભ્ય પરેશ ધાનાણી સામે ઉઠયા મતદાતાઓના સવાલો અને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું લુણીધાર ગામના લોકો એ કે સાત-સાત વર્ષ થી મગરમચ્છ ની પીઠ સમાન રસ્તાને સહન કરી રહયા છે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટેનો પણ આ મુખ્ય માર્ગ અહીં રસ્તા પર અનેક અકસ્માતો પણ સર્જાયા છે છતાં નેતા ઓના પેટનું પાણી હલતું નથી ચૂંટણી આવશે ત્યારે દિનરાત પહોંચી જશે મત મેળવવા બાદમાં લોકોની માગોને નજર અંદાજકરી લોલીપોપ આપી ભૂલી વિશરી જવાય છે
ભીમભાઈ સનારા સરપંચના જણાવ્યા મુજબ માયાપાદર થી મોટા આકડીયા સુધીનો રોડ જો આ રોડ ટુક સમયમાં નહિ બને તો લુણીધાર ગામના સ્થાનિકો ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરશે ની ચીમકી ઉચ્ચારી છે…