પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અમેરિકાના યાત્રાથી પાછા ફર્યા પછી 29 જૂને પોતાના ગૃહરાજ્ય એવા રાજકોટ શહેરમાં 8 કિલોમીટર લાંબો રોડ શો કરશે. મોદીનો ગુજરાતમાં છેલ્લા 3 મહીનામાં બીજો રોડ શો હશે. તેમને ગત 16 એપ્રિલે સુરતના એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી 12 કિમી લાંબો રોડ શો કર્યો હતો.
મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસ પર 29 જૂને અમદાવાદ પહોંચશે, જ્યાંથી સાબરમતી આશ્રમમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્રજી પર પોસ્ટટિકિટ અને સિક્કાઓને લૉંચ કરીને સાંજે 4.00 વાગે રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. તે રેસકોર્સ રોડ પર 21000 દિવ્યાંગોને સહાયક કિટ આપીને શહેરના પાણી પુરવઠા માટે બનાવેલા આજી ડેમ-1 જશે. જ્યાં હાલમાં સૌની યોજનામાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. ત્યાં મોદી 1 લાખથી પણ વધારે લોકોની જનસભાને સંબોધિત કરીને સાંજે 5.00 વાગે રોડ શો કરશે.
દિવ્યાંગોને સાધન-સહાય વિતરણ, ન્યારી ડેમની ઉંચાઈ વધારવાના પ્રોજેકટ અને એકસપ્રેસ ફિડર લાઈનના લોકાર્પણ સહિતના અનેક કાર્યક્રમો: ૧૧ કિ.મી.નો રોડ-શો: ૩૦મીએ વડાપ્રધાન મહાત્મા મંદિરમાં ટેકસટાઈલ્સ ઈન્ડિયાના કાર્યક્રમમાં હાજરી આપશે
અહીં યોજાનારા સ્ટેજ પ્રોગ્રામમાં વડાપ્રધાનના હસ્તે ન્યારી ડેમની ઉંચાઈમાં ૧ મીટરનો વધારો કરવાના પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવશે અને એક ઝોનમાંી બીજા ઝોનમાં પાણી ટ્રાન્સફર કરતી એકસપ્રેસ ફિડર લાઈનનું પણ લોકાર્પણ કરશે. જયારે હોકાોનની વેબસાઈટ અને મોબાઈલ એપનું લોન્ચીંગ કરવામાં આવશે. વડાપ્રધાન બન્યા બાદ પ્રમવાર નરેન્દ્રભાઈ મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યાં હોય. તેઓને આવકારવા માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજી ડેમ ખાતે સૌની યોજના સહિત વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન આજીડેમી એરપોર્ટ સુધી ૧૧ કિ.મી.ના એક ભવ્ય રોડ-શો કરશે જેમાં તેઓનું વિવિધ સમાજ સંસઓ અને સાધુ સંતો દ્વારા સ્વાગત કરવામાં આવશે.
રેસકોર્સી આજીડેમ સુધી જયાં વડાપ્રધાનનો રોડ-શો યોજાવાનો છે ત્યાં ભવ્ય રોશની કરવામાં આવી છે. રાત પડે ને જાણે દિવસ ઉગતો હોય તેવો અલ્હાદક માહોલ છેલ્લા ત્રણેક દિવસી રાજકોટમાં જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનને ઉમળકાભેર આવકારવા માટે શહેરમાં ભારે નગનાટ દેખાઈ રહ્યો છે.