નક્સલવાદીઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે.છત્તીસગઢના નક્સલવાદ પ્રભાવિત સુકમા જિલ્લામાં નક્સલવાદીઓએ સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધું છે. આ ઘટનામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના 8 જવાન શહીદ થયા છે. કેટલાક અન્ય જવાનો ઘાયલ થવાની જાણકારી મળી છે. સુકમા નક્સલી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ.
Today’s IED blast in Sukma, Chhattisgarh is deeply distressing. I bow to each and every security personnel who attained martyrdom while serving the nation.
— Rajnath Singh (@rajnathsingh) March 13, 2018
નક્સલીઓએ વિસ્ફોટ કરી એન્ટી લેન્ડમાઇન વ્હિકલ ઉડાવી દીધું
સીઆરપીએફના અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના કિસ્ટરામ પોલીસ સ્ટેશનમાં નક્સલવાદીઓને સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધુ છે. આ ઘટનામાં સીઆરપીએફના 9 જવાન ઘાયલ થયા છે. કેટલાક અન્ય જવાનો ઘાયલ થવાના અહેવાલ છે.
અધિકારીઓએ જણાવ્યું કે આજે સીઆરપીએફની 212મી બટાલિયનના જવાન એન્ટી લેન્ડમાઇન વ્હિકલમાં સવાર થઈને રવાના થયા હતા. જ્યારે તે કિસ્ટરમા પોલીસ ક્ષેત્રમાં હતા ત્યારે નક્સલીઓએ એક શક્તિશાળી વિસ્ફોટમાં ઉડાવી દીધી. તેના કારણે દળના 9 જવાન શહીદ થઈ ગયા.તેઓએ જણાવ્યું કે ઘટનાની જાણકારી મળ્યા બાદ વિસ્તારમાં વધારાનું પોલીસ દળ રવાના કરવામાં આવ્યું છે. શબો અને ઘાયલ જવાનોને જંગલથી બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું કે ઘટના જંગલની અંતર દુર્ગમ વિસ્તારમાં થઈ. ઘટના વિશે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.