અબુ ધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યોજાયેલા રાફેલ ડ્રોમાં ૮ ભારતીયોને જેક પોટ લાગતા ભારે ઉત્સાહ
હાલ, અબુ ધાબીમાં ૮ ભારતીયોની ખુબ જ ચર્ચા થઇ રહી છે. અબુ ધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ‘ધી બીગ ટીકીટ ડ્રો’ નામનો મેગા રાફલ ડ્રો યોજાયો હતો. જેમાં ૧૦ લોકો ૧.૭૦ કરોડ રૂપિયાના જેકપોટ જીત્યા છે. તેમાં પણ રસપ્રદ વાત એ છે કે આ દસ વ્યકિતઓમાંથી ૮ વ્યકિત ભારતીયો છે. બાકીના બે વ્યકિતઓમાં એક કેનેડાથી તો બીજી વ્યકિત ફિલિપિનાથી છે. મેગા રાફલ ડ્રો જીવવાથી દુબઇમાં આઠ ભારતીયો ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
આ ડ્રો યુએઇની રાજધાની અબુધાબીમાં પુરસ્કારો અને લકઝરી કારો માટે સૌથી મોટો અને સૌથી લાંબા સમય સુધી ચાલનાર માસિક રાફલ ડ્રો છે. જેમાં જીતનાર ૪૩ વર્ષના ભારતીય ચંદ્રેશ મોતીવરસે કહ્યું કે, પૈસાના રોકાણ માટે મેં કોઇ પ્લાન હજુ બનાવ્યો નથી પરંતુ પૈસા મળશે એટલે હું આગળનો પ્લાન બનાવીશ. અને આ માટે હું ખુબ જ ઉત્સાહિત છું. ચંદ્રેશ મોતીવરસ વર્ષ ૨૦૦૫ થી દુબઇમાં એક જવેલરી ગ્રુપમાં ચીફ એકાઉન્ટન્ટ છે.
બીજા ભારતીય વિજેતા અભયકુમાર ક્રિષ્નને જણાવ્યું કે, મેં ટીકીટ ખરીદી હતી પરંતુ મને ખબર ન હતી કે આજે ડ્રો ડેટ છે. અને અભય કુમાર છેલ્લા ૧૦ વર્ષથી આ જેકપોટ માટે ટીકીટ ખરીદ્યતા હતા અને આ વખતે પ્રથમ વાર જીત્યા છે. અભય કુમારે કહ્યું કે જયારે મને ફોન આવ્યો કે તમે ડ્રો જીતી ગયા છો તો મને માનવમાં આવતું ન હતું પછી ત્યાંના ડ્રો ઓર્ગેનાઇઝરે ફરીથી કોલ કરી મને જણાવ્યું હતું. અભય કુમાર અબુધાબીમાં સ્પિનીસમાં પરચેસીંગ મેનેજર છે.
૪૯ વર્ષથી કેરળના એક શખ્સે જણાવ્યું હતું કે આ ડ્રોના પૈસાને તેમના મિત્રોને વહેચશે કારણ કે તે બંને એ મળીને આ ડ્રો ટીકીટ ખરીદી હતી. અને આ ઉપરાંત તેમણે કહ્યું કે આ પૈસામાંથી અમુક રકમ તેઓ કેરળમાં શિક્ષણ માટે દાન આપશે.
ભારતના ૪૭ વર્ષના જવેલરી ડીઝાનરે ડ્રો જીતવાની ખુશી જાહેર કરતા કહ્યું કે, અમે વીસ લોકોએ ભેગા મળી આ ટીકીટ ખરીદ્યી હતી અને આ ડ્રો ફ્રી જીતવાથી અમે ખુબ જ ઉત્સાહિત છીએ.