મુંબઈ ક્યારેય સુતુ નથી!
૨૬મીની મોડી રાત્રીથી મુંબઈમાં ૨૫થી વધુ મોલ અને અનેક રેસ્ટોરન્ટ ૨૪ કલાકને સાતેય દિવસ ખુલ્લા રહેશે
આગામી તા.૨૬-૨૭ની મધરાત્રીથી મુંબઈમાં મનોરંજન અને ખાણી-પીણી ક્ષેત્રે સોનાનો સુરજ ઉગશે. મુંબઈમાં ૨૪ કલાક અને સાતેય દિવસ માટે મોલ અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. પરિણામે અનેક રેસ્ટોરન્ટ અને ૨૫ જેટલા મોલ મોડી રાત્રે પણ ધમધમતા રહેશે. આ પગલાના કારણે મુંબઈમાં રોજગારીની તકો વધશે તેવું સરકારનું માનવું છે. તાજેતરમાં પર્યાવરણ અને પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરે દ્વારા આ નિયમને મંજૂરી આપવામાં આવી છે.
અહીં નોંધનીય છે કે, વર્ષ ૧૯૯૨માં પણ મુંબઈ ૨૪ કલાક ધમધમતું રહેતું હતું. પરંતુ ત્યારબાદ ૧૯૯૨માં તોફાનો અને ત્યારબાદ ૧૯૯૩માં બાબરી મસ્જીદને ધ્વસ્ત કરાયા બાદ મુંબઈમાં આ ચલણ ઓછુ થયું હતું. ત્યારબાદ ૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટના કારણે તંત્ર વધુ સતર્ક થઈ ગયું હતું. જો કે, હવે ફરીથી મુંબઈને ૨૪ કલાક ધમધમતું રાખવાનો નિર્ણય લેવાયો છે. જેના પરિણામે ગોરેગાવ, કાંદીવલી, ઘાટકોપોર, વર્લી, કુર્લા, પરેલ, અંધેરી સહિતના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ મલ્ટીપ્લેકસ મોલ અને રેસ્ટોરન્ટ ખુલ્લા રહેશે.
ગુરુવારે રાજ્યના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરે દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં નાગરિક વડા અને પોલીસ કમિશનર સંજયબર્વે ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય શોપિંગ મોલ્સ, હોટેલ અને રેસ્ટોરન્ટના પ્રતિનિધિઓ પણ હાજર હતા. શહેરમાં ઓછામાં ઓછા ૨૫ મોલ્સ અને અન્ય ઘણી દુકાનો અને રસ્ટોર ખુલ્લા રહી શકે છે. તેમ છતાં ધંધાતકીય ફાયદાઓને ધ્યાનમાં રાખીને ૨૪ કલાક ખોલો કે નહીં તે માલિકની વિવેકબુદ્ધિ પર છે. માલિકો તે પણ નક્કી કરી શકે છે કે તેઓ કયા દિવસોમાં તેમના આસ્થાપનાઓ રાઉન્ડ-ધ-કલોક ખુલ્લા રાખી શકે છે. તેમના ઘણા શુક્રવારથી રવિવાર સુધી પસંદ કરવો. સરકારી અધિકારીએ સમજાવ્યું કે ગેટ કમ્યુનીટી એવા સ્થળોનો સંદર્ભ આપે છે કે જેમાં સી.સી.ટી.વી. સર્વેલન્સ હોય, પાર્કિંગની સુવિધા હોય, તે સ્થાનની નજીક લોકોની સલામતી સુનિશ્ચિત કરે અને જ્યાં અવાજ ઓછો થાય.
જો કે દારૂપીરસતા રેસ્ટોરેન્ટ નિયમ મુજબ ૧.૩૦ વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકશે. આ બેઠકમાં ઉપસ્થિત એવા પાલિકાના સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ઠાકરેની સૌથી અગત્યની બાબત રોજગાર પેદા કરવાની છે અને તે પર્યટનને વધારો કરવાનો છે. સુરક્ષાની ખાતરી સાથે સેવાઓની સુવિધામાં સરળતાએ જ છે જેનો સરકાર આગ્રહ રાખે છે. કમલા મિલ્સને ૨૪ કલાક ખુલ્લી રહેવાની પરવાનગીની સમીક્ષા કરવાનું બોર્ડ ઓફિસર કરશે, પોલીસ તેમના વિસ્તારમાં મોલ્સ ખુલ્લુ રાખવા વ્યવહારુ છે કે નહિં તે શોધવા કહ્યું છે સમીક્ષાનો અહેવાલ આવ્યા બાદ તેનો અમલ શક્ય બનશે. ૨૪ કલાકનો અમલીકરણ માટે સહમત થયેલા કેટલાક મોલ્સમાં વરલીમાં એટ્રિયા મોલ, ઘાટકોપરમાં આર-સિટી મોલ, ગોરેગામમાં ઓબેરોય મોલ, કુર્લામાં ફોનિક્સ માર્કેટ સીટી, કાંદિવલીમાં ગોઇલ ૧૦૧, લોઅર પરેલમાં હાઇ સ્ટ્રીટ ફોનિક્સનો સમાવેશ થાય છે.