- રૂ.343 લાખના ખર્ચે આકાર પામનાર રાજકોટ એસ.ટી. વર્કશોપનું લોકાર્પણ
- કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવી
આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીતના મહાનુભાવો ઉ5સ્થિત રહીને અનેક વિધ લોકાર્પણ તેમજ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ખાસ મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર નિગમના મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજકોટથી અમદાવાદ, બરોડા, ભુજની 8 હાઇટેક, વોલ્વોને ફલેગ ઓફ આપ્યું હતું. સાથો સાથે ગોંડલ રોડ પર સ્થિત રાજકોટ એસ.ટી. વર્કશોપના નવીનીકરણનું પણ લોકાર્પણ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, હર્ષભાઈ સંઘવી, પ્રાચીન શ.ક. મંત્રીથી વાહન વ્યવહાર વિભાગના વરદ હસ્તે નામદાર ગુજરાત સરકાર તરફથી નિગમને નવીન ઈન્ફાસ્ટ્રક્ચર બાંધકામ માટે ફાળવેલ સહાય થકી રાજકોટ મુકામે 1431.00 ચોરસ મીટર વિસ્તારમાં અંદાજીત રૂ.637.37 લાખના ખર્ચે આકાર પામેલ એસ.ટી. વિભાગીય કચેરી અને ગોંડલ મુકામે 16997,00 ચોરસ મીટર વિસ્તારમાં અંદાજીત 343.00 લાખના ખર્ચે આકાર પામેલ ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપ તેમજ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવીન 08 હાઈટેક વોલ્વો બસોનું લોકાર્પણ જીલ્લાના અન્ય મહાનુભવોની તેમજ સંગઠનના પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
8 હાઇટેક વોલ્વો બસની વિશેષતા
સદર નવીન લોકાર્પિત 08 હાઈટેક વોલ્વો બસોની વિશેષતાઓમાં આરામદાયક 2.2 લેધર પુશબેક સીટ, સી.સી.ટી.વી. કેમેરા, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, ફાયરસેફ્ટી માટે અદ્યતન સ્પ્રીંકલ સિસ્ટમ, સ્મોક ડીટેકટર અલાર્મ, એલ.ઈ.ડી. ટી.વી., એક્ઝોસ્ટ ફેન સાથે હેચ તેમજ ઇમરજન્સી એક્ઝીટ ડોર જેવી આધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી સજજ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે તેમજ તેઓની જનસુખાકારીમાં વધારો થવા પામશે. ઉપરાંત રાજકોટ વિભાગીય કચેરી ખાતે કામકાજ અર્થે આવનાર જાહેર જનતા અને ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપ ખાતે કરવામાં આવતા નિગમની બસોના મેન્ટેનન્સની સુવિધામાં તેમજ બંને સ્થળે ફરજો બજાવતા કર્મચારીની સુવિધામાં વધારો થવા પામશે.