સમગ્ર મોરબી જિલ્લાને રાહત આપતો રેલવેનો મહત્વપૂર્ણ નિર્ણય
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગને અનુલક્ષીને તેમજ સુવિધાઓને ઘ્યાનમાં રાખી રાજકોટ મંડળની વિભિન્ન ટ્રેનોને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવા નિર્ણય લેવાયો હતો. જેમાં મુંબઇ સેન્ટ્રલ ઓખા, પોરબંદર-દિલ્હી સરાઇ રોહિલ્લા, સોમનાથ- જબલપુર વગેરે ટ્રેન વાંકાનેર સ્ટેશને રોકાશે. તા.૧૭મીથી પ્રતિદિન મુંબઇ સેન્ટ્રલ-ઓખા વાંકાનેર સ્ટેશને ૮.૪૦ એ આવી ૮.૪૫ એ ઉપડશે. પરત આ ટ્રેન ૧૬.૧૫ એ આવી ૧૬.૨૦ એ ઉપડશે. તા.ર૦મીથી પોરબંદર-દિલ્હી સરાઇ રોહિલ્લા (દ્વિ સાપ્તાહિક) રાત્રીના ૦.૨૬ કલાકે આવી ૦.૨૮ કલાકે ઉપડશે.
પરત આ ટ્રેન ૩.૨૬ કલાકે આવી ૩.૨૮ કલાકે ઉપડશે. તા. ૧૬ ડીસેમ્બરથી સોમનાથ જબલપુર (સપ્તાહમાં પાંચ દિવસ) ૧૪.૩૭ કલાકે આવી ૧૪.૪૨ કલાકે ઉપડશે તેમજ પરત ૧૧.૪૫ કલાકે આવી ૧૧.૪૭ કલાકે ઉપડશે તા. ૧૯મીથી સોમનાથ-જબલપુર (દ્વિ સાપ્તાહિક) ૧૪.૩૭ કલાકે આવી ૧૪.૪૨ કલાકે ઉપડશે તેમજ પરત ૧૧.૪૫ કલાકે આવી ૧૧.૪૭ કલાકે વાંકાનેર સ્ટેશનથી રવાના થશે.
રાજકોટ-સિકંદરાબાદ વચ્ચે દોડતી તહેવાર સ્પેશિયલ ટ્રેનના ૧૬ ફેરા
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે તથા ભીડને પહોચી વળવા વિવિધ સ્થાન પર ચાલતી વધુ એક ટ્રેનના ફેરાને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પૈકી એક જોડી ટ્રેન રાજકોટ અને સિકંદરાબાદ વચ્ચે દોડતી ટ્રેન છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જૈફ આ ટ્રેનના વધારાના ફેરાનું વિવરણ આપ્યું હતુ. રાજકોટ-સિકંદરાબાદ વિશેષ ટ્રેન દર સોમવાર, બુધવાર અને ગૂરૂવારે રાજકોટથી ૫.૩૦વાગ્યે રવાના થઈ ને બીજા દિવસે
૮.૧૦ વાગ્યે સિકંદરાબાદ પહોચશે. આ ટ્રેન ૪ જાન્યુઆરી ૨૦૨૧ થી ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે આ જ પ્રમાણે સિકંદરાબાદ રાજકોટ વિશેષ ટ્રેન સોમવાર મંગળવાર અને શનિવારે સિકંદરાબાદથી બપોરે ૩ વાગ્યે રવાના થઈને બીજા દિવસે ૫.૫૦ સાંજે વાગ્યે રાજકોટ પહોચશે. આ ટ્રેન ૨ જાન્યુઆરી ૨૦૨૧ થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ સુધી દોડશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને દિશાઓમાં વાંકાનેર, જંકશન, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડીયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્ર્વર, સુરત, વલસાડ, વાપી, વસઈ, ભીવંડી રોડ, કલ્યાણ જંકશન, લોનાવાલા પૂણે, દૌડ જંકશન, શોલાપૂર જંકશન, કલબુરગી, વાડી, ચિત્તાપૂર, સેરમ, તાંડુર, તથા બેગમપેર સ્ટેશનો પર ઉભી રહેશે. આ વિશેષ ટ્રેનમાં એસી ૨ ટાયર, એસી ૩ ટાયર, સ્લીપર કોચ અને દ્વિતીય શ્રેણીની સિટીંગ વ્યવસ્થા છે. ટ્રેનનું બુકિંગ પીઆરએસ કાઉન્ટર અને આઈઆર સીટીસી વેબસાઈટ પરથી ૧૦ દિવસ પૂર્વેની રિઝર્વેશન અવધિ અનુસાર શરૂ થશે આ ટ્રેન સંપૂર્ણ રિઝર્વેશન તરીકે તથા વિશેષ ભાડા તરીકે દોડશે. વિશેષ ટ્રેનોના રોકાણ અને સમયવિશે વિસ્તૃત જાણકારી માટે મુસાફરો ઠઠઠ.યક્ષિીશિુ.શક્ષમીશફશહ.લજ્ઞદ.શક્ષ પરથી માહિતી મેળવી શકાશે.