સ્ટાફને તાલીમ- બુથ ઉપર આપવાનું સાહિત્ય સાથે ડિસ્પેચીંગ અને રીસીવીંગના કાર્યો પૂર્ણ: ઇ.વી.એમ.ને માટે સ્ટ્રોગ રૂમ તૈયાર
હવે માત્ર આઠ દિવસ મ.ન.પા.ની ચુંટણીના બાકી હોય ને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મતદાન મથકના પ્રથમ બે અધિકારીની તાલિમનો પ્રથમ તબકકો પૂર્ણ થયેલ છે આગામી બે ત્રણ દિવસોમાં તમામ તાલીમો પૂર્ણ કરી લેવાશે. દરેકને ત્રણ વોર્ડની જવાબદારી ચૂંટણી અધિકારીને સોંપાય છે. તેવા વાતાવરણમાં પોતાના વોર્ડ બુથોની તૈયારીઓ પૂર્ણ કરી છે. ૬૦ જેટલા ૬૦ જેટલા ફોર્મ સાથે વૈદ્યાનિક બ્નિ વૈદ્યાનિક કવરો સાથે ૧૫૦ થીવધુ ફોર્મને કવરો પણ બુથ વાઇઝ પરચુરણ વસ્તુના થેલા સાથે ગોઠવાઇ ગઇ છે. પરચુરણ વસ્તુમાં પણ ૩ર થી વધુ કાયમી વસ્તુઓરાખવામાં આવી છે જેથી ચૂંટણી સ્ટાફને કોઇ મુશ્કેલી નહી પડે, સતત રૂટ ઉપર ઝોનલ ઓફીસરના ચેકીંગ ને કારણે ઘટતી વસ્તુઓ પણ તાત્કાલીક ગણત્રીની સેક્ધડોમાં મળી જાય તેવું માઇક્રો પ્લાનીંગ ગોઠવાયેલ છે. દરેક રૂટમાં આવતા વિવિધ મતદાન મથકે ચુંટણી સ્ટાફને પહોચાડવા રૂટ બસની ગોઠવણ પણ પૂર્ણ થઇ ગઇ છે. રૂટના સ્ટીકરો, રીસીવિંગ, ડીસ્પેજીંગ ના માંડવા તથા તેનો સ્ટાફ પણ નિમણુંક કરાય છે. દરેક મતદાન મથકે પટ્ટાવાળા સહીત પાંચનો સ્ટાફ નિમાયો છે. સાથે પોલીસ , હોમગાર્ડ પણ બુથની વ્યવસ્થા માટે તૈનાત હશે.
બેલેટ યુનિટમાં ૧૪ થી વધુ ઉમેદવારો હશે ત્યાં બે બીયુને એક કંટ્રોલ યુનિટ હશે. બી.યુ.માં ૧૪ બટનો એક નોટાનું સાથે એક રજીસ્ટર બટન હશે. તે અંગેના ઇ.વી.એમ. મશીનો સાથેના નિદર્શનો પણ દરેક ચોકમાં સ્ટાફ દ્વારા થાય છે. જેનો પ્રજા બહોળી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે. દરેક વોર્ડમાં ૬ જેટલા રૂટ ગોઠવવામાં આવ્યા છે. સ્ટાફને આપવાની તાલીમ માટે પી.પી.ટી. ફોર્મના નમુના સાથે સીલીંગ પ્રક્રિયા જેવી મહત્વની બાબતો ના પ્રેઝન્ટેશન પણ ચૂંટણી તાલીમના માસ્તર ટ્રેનરોએ તૈયાર કરી લીધા છે. જેથી સ્ટાફને મુશ્કેલી પડે હવેની તાલીમમાં સ્ટાફને વ્યકિતગત મતદાન યુનીટો ઇ.વી.એમ.ની તાલીમ અપાશે. ચુંટણી આડે જાુજ દિવસો બાકી હોય તંત્ર દ્વારા મોડી રાત સુધી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલડેના દિવસે આવતા ઓબ્ઝરવર માટેની નિયત ફાઇલો બુથની માહીતી વિગેરે તમામ વસ્તુઓ પણ તૈયાર રાખવામાં આવી છે.