સ્થળ પરથી સેન્ટ્રો કાર મળી આવતા પોલીસે કાર નંબરનાં આધારે બૂટલેગરનું પગેરૂ મેળવવા કવાયત હાથ ધરી શીવાજીનગરમાં વિદેશી દારૂની ૬૪૮ બોટલ સાથે શખ્સ ઝડપાયો
રાજકોટની ભાગોળે આવેલા ખેરવા ગામની સીમમાં સરકારી ખરાબાની જગ્યા પરથી ૬૦૬૦ બોટલ વિદેશી દારૂ અને સેન્ટ્રોકાર રેઢી મળી આવતા પોલીસે રૂા.૧૮.૬૮ લાખનો મુદામાલ કબ્જે કરી કાર નંબરનાં આધારે બૂટલેગરની શોધખોળ આદરી છે.
બનાવ અંગેની વિગત મુજબ રાજકોટના ખેરવા ગામની આથમણી સીમ તરીકે ઓળખાતા સાતકારીની ધાર પાસે ખરાબાની જગ્યામાં કોઈ બૂટલેગરનો વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા કુવાડવા પોલીસ મથકના પીઆઈ એમ.આર.પરમાર, પીએઆઈ એમ.કે.ઝાલા, કોન્સ્ટેબલ મનીષભાઈ, અજીતભાઈ સહિતના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ દરોડો પાડતા બૂટલેગર નાસી જવામાં સફળ રહ્યા હતા.
પોલીસે સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ ૬૦૬૦ તથા એક સેન્ટ્રોકાર જી.જે.૧ એસ.ડી. ૭૯૫૫ નંબરની મળી આવતા પોલીસે કુલ રૂા.૧૮૬૮૦૦૦ નો મુદામાલ કબ્જે કરી સેન્ટ્રોકાર નંબરનાં આધારે બૂટલેગરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
જયારે અન્ય એક બનાવમાં થોરાળા પોલીસે દુધસાગર રોડ પર આવેલા શીવાજીનગર શેરી ૧૦માં રહેતા હનીફ હુશેન મધત્રના ઘરે થોરાળાના પીઆઈ બી.યી. વાઢીયા, પીએસઆઈ જાદવ, કોન્સ્ટેબલ આશીષ દવે, અશોકભાઈ વારસીયા, સહિતના સ્ટાફે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૬૪૮ બોટલ કિમંત રૂા. ૩.૧૮ લાખ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.