અંગ્રેજોની 200 વર્ષની ગુલામીનો અંત 15 ઓગષ્ટ 1947 ના રોજ આવ્યો હતો પરંતુ આ અંત આવતા સુધીમાં અનેક મહાન વ્યક્તિઓએ પોતાના જીવની આહુતિ આપી છે ત્યારે આઝાદીની ચળવળના મહાન સૈનિક એવા ગાંધી બાપુએ 8 ઓગષ્ટ 1942 માં મુંબઈ ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાં ભારત છોડો આંદોલનનું આહવાહન કર્યું હતું ખરેખર તે જ સમયે બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટિશ સરકારનો પણ ખરાબ હાલત થઈ હતી.
નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા પણ આઝાદ હિન્દ ફૌજને દિલ્હી ચલોનો નારો આપવામાં આવ્યો હતો તો આમ 8 ઓગષ્ટ 1942 ના દિવસે ભારત છોડો આંદોલનની શરૂઆત કરાઇ હતી જેમાં ભારતની લાખોની સંખ્યામાં આમ જનતા જોડાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ભણતર છોડી આઝાદી મેળવવાનો માર્ગ પસંદ કર્યો હતો અને દેશની આઝાદીના આ ખંતીલા લડવૈયાઓની મહેનત દેશભક્તિ અંતે રંગ લાવી હતી 15 ઓગષ્ટ 1947 ના દિવસે જ્યારે ભારતે અંગ્રેજોની ગુલામીમાથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી તો આ રીતે ભારતના ઇતિહાસમાં 8 ઓગષ્ટનું આઝાદીની ચળવળમાં ખાસ મહત્વ રહેલું છે..