આગામી વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે. 9 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં ચૂંટણી જંગ જામશે. સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ જિલ્લાની આઠ બેઠક પર લોકોનોમિજાજ પારખવાનો અહીં પ્રયાસ કરાયો છે. ત્યારે રાજકોટથી મુખ્યમંત્રી CM લડશે તો તેની સામે કોંગ્રેસ ના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ફાઇટ આપશે. આ બેઠક પર હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાશે. ગત વિધાનસભામાં ભાજપ આઠમાંથી છ બેઠક પર પોતાનો કબ્જો જમાવ્યો હતો. આ વર્ષે આઠ બેઠકમાં 2056586 મતદારો છે. ત્યારે આ વખતે GST અને જ્ઞાતિવાદનું ગણિત ભાજપને તારશે કે મારશે તેના પર સૌ કોઇની મીટ મંડાઇ છે.
બેઠક – 69 રાજકોટ વેસ્ટ
મહિલા – 154399
પુરુષ – 160294
ત્રીજી જેન્ડર-3
કુલ મતદારો – 258580