મા સિદ્ધિદાત્રીની 8 સિદ્ધિઓ છે જેમ કે અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ. માતા સિદ્ધિદાત્રી મહાલક્ષ્મી જેવા કમળ પર બિરાજમાન છે. માતાને ચાર હાથ છે. માતાએ પોતાના હાથમાં શંખ, ગદા, કમળનું ફૂલ અને ચાકડી પકડી રાખી છે.
નવરાત્રિમાં માતાજીનાં અલગ-અલગ સ્વરૂપની પૂજા કર્યા બાદ નોમનાં દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માં સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી તમામ આધિ-વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને આઠ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. માં સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન છે. માતાની ચાર ભુજાઓ છે, જેમાં તેઓ ગદા, શંખ, ચક્ર અને કમળનું ફૂલ ધારણ કરે છે. માતા સિદ્ધિદાત્રીનું વાહન સિંહ છે. માતા સિદ્ધિદાત્રીની 8 સિદ્ધિઓ છે જેમ કે અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ.
પૌરાણિક કથાનુસાર, ભગવાન શંકરે પણ માતાજીના આ સ્વરૂપની પૂજા કરીને સિદ્ધિ મેળવી હતી. તેમનું અડધુ શરીર સ્ત્રીનું અને અડધુ શરીર પુરુષનું થઈ ગયુ હતુ, આથી જ ભગવાન શંકર અર્ધનારેશ્વર તરીકે ઓળખાયા. સિદ્ધિદાત્રી એટલે સિદ્ધિઓ આપનારા માતાજી. મા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી ભક્તના જીવનમાં સુખ આવે છે અને તેના અઘરામાં અઘરા કામો પાર પડે છે.