• સાબરકાંઠા જિલ્લાના નાના અંબાજીમાં
  • ભકતો અને સંઘો દ્વારા પાંચ હજાર બસો પચાસ ધજાઓ અર્પણ કરાયા

સાબરકાંઠા જિલ્લાના નાના અંબાજી તરીકે ઓળખાતા એવા ખેડબ્રહ્મામાં ભાદરવી પુનમના 6 દિવસ પૂર્ણ થયા અને આજે ભાદરવી પૂનમ છે ત્યારે પદયાત્રીઓનો ધસારો વધી રહ્યો છે અત્યાર સુધીમાં લગભગ 8.89 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે જેને લઈને 24 કલાક મંદિરમાં પદયાત્રીઓ અને સંઘો દર્શન કરી અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે તો ભાદરવી પુનમના મેળાને લઈને ભક્તો માતાજીના દર્શન માટે સવારે 6 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી તો મંદિર પરિસર પુનમના દિવસે ભક્તોથી ઉભરાયો હતો અને રાત્રે 12 કલાક સુધી માતાજીના દર્શન કરી માઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી

ખેડબ્રહ્મા એટલે નાના અંબાજી ભાદરવી પૂર્ણિમાના મેળાને લઈને ભક્તોનો ધસારો વધ્યો હતો બુધવારે રોડ પર અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ સંઘો અને નેજા સાથે જોવા મળ્યા હતા તો દેશના અલગ અલગ ખુણેથી અને ગુજરાતભરમાંથી ભક્તો ખેડબ્રહ્મા અને અંબાજીએ દર્શન કરવા જાય છે ખેડબ્રહ્મામાં ધજા ચઢાવવાનું પણ વિશેષ મહત્ત્વ હોય છે હજારોની સંખ્યામાં લોકો અહી ધજા ચડાવતા હોય છે તો ખેડબ્રહ્મા મંદિર પદયાત્રીઓ અને ભક્તોથી ઉભરાયું હતું

3 લાખ 9ર હજાર પ્રસાદીના પેકેટ વિતરણ કરાયા: મેનેજર દિલીપસિંહ કુંપાવતે

આ અંગે ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરના મેનેજર દિલીપસિંહ કુંપાવતે જણાવ્યું હતું કે ભાદરવી પુનમના મેળામાં વહેલી સવારે 6 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી મંદિરને રોશનીથી અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું હતું 12 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધીના 6 દિવસ દરમિયાન ખેડબ્રહ્મામાં 8.89 લાખ જેટલા ભક્તોએ દર્શન કર્યા હતા જ્યારે મંદિરના શિખર પર ભક્તોએ અને સંઘોએ માનતાની 5250 થી વધુ ધજાઓ અર્પણ કરી છે અને 3 લાખ 92 હજાર જેટલા પ્રસાદીના પેકેટ વિતરણ થયા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.