- શું નાના માણસોની મોટી દુકાન બની જશે એમેઝોન ?
- ડિજિટલ ક્રાંતિ સર્જવા ભારત સજ્જ થયું, આ દિવસોમાં વધુ આ પ્રકારના ઉદ્યોગો ડિજિટલ પેમેન્ટમાં જોડાશે
ડિજિટલ ક્રાંતિ સર્જવા ભારત સજ્જ થયાં છે.એટલું જ નહીં દેશના ઉદ્યોગ પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે સરકાર માટે જરૂરી એ છે કે દેશના જે નાના અને લઘુ ઉદ્યોગો છે તે પણ ડિજિટલ તરફ આગળ વધે અને દેશની અર્થવ્યવસ્થામાં પોતાનો સિંહફાળો આપે. આ તમામ મુદ્દાને ધ્યાને લઇ સૌથી મહત્વની વાત સામે આવી રહી છે કે હવે નાના માણસો માટેની એમેઝોન મોટી દુકાન બનશે . જેનું મુખ્ય કારણ એ છે કે દેશના 85 લાખ નાના કદના ઉદ્યોગકારો પોતાનો ધંધો વિકસિત કરવા અને ધંધો વધારવા એમેઝોન પે માં જોડાયા છે.
જ્યારે નાના ઉદ્યોગો ની વાત થઇ રહી છે ત્યારે એ વાત સ્પષ્ટ છે કે અહીં જે પણ નાણાકીય વ્યવહાર કરવામાં આવતો હોય તો તે રોકડો હોય છે અને તેનો વધુને વધુ ભાગે વ્યાપારમાં જ થતો હોય છે પણ જો ડિજિટલ માધ્યમથી કરવામાં આવે તો તે પ્રશ્નો ઉદભવી થતા હોય તે ન થાય અને તેના માટે એમેઝોન પે દ્વારા એક વિશેષ પ્લેટફોર્મ નાના અને લઘુ ઉદ્યોગો માટે ઉભા કરવામાં આવેલા છે. હાલ આ પ્રકારના નાના ઉદ્યોગકારો ની સંખ્યા ખૂબ જ મોટી છે. આગામી દિવસોમાં હજુ પણ આ પ્રકારના વ્યાપારીઓ એમેઝોન જેવા ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાશે તો નવાઈ નહીં.
તેવી જ રીતે ડિજિટલ વ્યવહારમાં એમેઝોન પે નું વર્ચસ્વ ખૂબ જ વધ્યું છે અને જે માહિતી મળી રહી છે તેવા સ્પષ્ટ થાય છે કે આ પ્રકારના તમામ વ્યવહારો રાખવા માટે એમેઝોન પે ને ખૂબ જ સરળતા મળે છે સાથોસાથ નાના વેપારીઓ માટે પણ તેમના ગ્રાહકોનું લીસ્ટ મેઈન્ટેઈન કરવું ખૂબ સરળ બન્યું છે.
તમે દિવસોમાં પણ વધુને વધુ લોકો ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરે તે દિશામાં સરકાર દ્વારા અનેક વિકાસ લક્ષી નિર્ણય પણ લેવામાં આવી રહ્યા છે પરંતુ હાલ સરકારનો જે મુખ્ય હેતુ અને લક્ષ્ય છે તે એ છે કે નાના ઉદ્યોગો જે છે તેને વધુ ને વધુ પ્રોત્સાહન આપવામાં આવે અને ડિજિટલ તરફ તેઓને જાગૃત બનાવવામાં આવે.