13મીએ રાતથી જણસી ઉતારવા દેવામાં આવશે નહી
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આગામી 1પ થી ર0 ઓગસ્ટ દરમિયાન સાતમ-આઠમનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. 13મીએ રાતથી જણસી ઉતારવા દેવામાં આવશે નહીં.
જન્માષ્ટમીના તહેવારો નીમીતે તા.1પ થી ર0 ઓગસ્ટ સુધી મુખ્ય માર્કેટ યાર્ડ (બેડી)નું કામકાજ બંધ રહેશે. તેમજ તા.13 ઓગસ્ટને શનિવાર સવારના 8 વાગ્યાથી તા.ર1 ઓગસ્ટ ને રવિવાર રાત્રીના 8 વાગ્યા સુધી તમામ માલ આવકો પ્લેટ ફોર્મ ઉપર ઉતારાવવામાં આવશે નહી. આ દિવસો દરમ્યાન માર્કેટ યાર્ડમાં માલ વેચવા લાવવો નહી તેમજ માલ ભરેલ વાહન અંદર દાખલ થવા દેવામાં આવશે નહી.
ઉકત દિવસો દરમ્યાન જે વેચારી-કમીશન એજન્ટ વેપાર કરતા હોઇ તેઓએ તેઓનો માલ પોતાની દુકાન-ગોડાઉન અંદર ઉતારવાનો રહેશે. અન્ય કોઇપણ જગ્યાએ માલ ઉતરાવવામાં આવશે તો જે તેના ખર્ચે જપ્ત કરવામાં આવશે જેની ગંભીરતાથી નોંધ લેશો. સોમવારથી માર્કેટ યાર્ડનુ કામકાજ રાબેતા મુજબ ચાલુ થશે.
જન્માષ્ટમીના તહેવાર નિમિતે મુખ્ય યાર્ડ બેડી 1પ થી ર0 ઓગસ્ટ, શાકભાજી વિભાગમાં 18 થી ર1 ઓગસ્ટ, બટાટા વિભાગમાં 19 થી ર1 ઓગસ્ટ, ડુંગળી વિભાગમાં 18 થી ર1 ઓગસ્ટ અને ઘાસચારા વિભાગ 19 થી ર0 ઓગસ્ટ સુધી હરરાજી કામકાજ બંધ રહેશે.