PHOTO 2018 09 16 16 07 21 1જ્ઞાન – ધ્યાન – ત્યાગ – સાધના અને આરાધના પૂર્વક રોયલપાર્ક સ્થાકવાસી મહાપર્વ જયારે સમગ્ર રાજકોટ સનકવાસી જૈન સમાજમાં એક નવો ઇતિહાસ સર્જાયો છે. ત્યારે પર્વ દરમ્યાન રેકોર્ડ બ્રેક કરી દેનારી ૭૯૧ ભાવિકોની તપસ્યાનું બહુમૂલ્ય સન્માન ડુંગર દરબારના વિશાળ શામિયાણામાં કરવામાં આવ્યું હતું.

ગુજરાતરત્ન સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૭૫ સંત-સતીજીઓના સાંનિધ્યે માસક્ષમણ તપ અને ધર્મચક્ર તપની ઉગ્ર આરાધના કરનાર ૨૫ સંયમી આત્માઓ, તેમ જ માસક્ષમણ તપ, ૬૦ ઉપવાસ, ૩૨ ઉપવાસ, ૨૧ ઉપવાસ, ૧૬ ઉપવાસ, ૧૧ ઉપવાસ,અને  ૨૬૨થી વધારે અઠ્ઠાઈ તપ મળીને ૭૯૧ તપસ્વીઓની તપશ્ચર્યાની અનુમોદના કરતી શોભાયાત્રા વીણાબેન કેતનભાઈ શેઠના નિવાસસનેથી યોજાતા અનેક સંઘો શ્રાવકો સાથે અંજલીબેન રૂપાણી પણ ઉપસ્થિત રહ્યાં હતા. રાજકોટના રાજમાર્ગોને ગુંજવતી ડુંગર દરબાર પહોંચી હતી જ્યા સૌ પ્રથમ તપસ્વી મહાસતીજીઓના અત્યંત અહોભાવપૂર્વક પ્રવેશ વધામણાં કરવામાં આવ્યાં હતાં.

રાષ્ટ્રસંત ગુરુદેવનાં બ્રહ્મનાદે મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રની દિવ્ય જપ સાધના બાદ ૧૦ વરસના નાની ઉંમરના અઠ્ઠાઈ અને વધારે ઉપવાસ કરનાર બાલ તપસ્વીઓની તપશ્ચર્યાની અનુમોદનાસમારોહના સંઘપતિ શ્રી કેતનભાઈ શેઠ પરિવારે તેમજ શ્રેષ્ઠિવર્યોના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી.

આ અવસરે મુંબઈ-કાંદિવલી વિસ્તારના એમ.એલ.એ. યોગેશભાઈ સાગરએ વિશેષ રૂપે ઉપસ્થિત રહીને જીવનમાં ગુરુ તત્વની ઉપસ્થિતિનું મહત્વ દર્શાવ્યું હતું.

આ અવસરે માનવતા, જીવદયા, સંઘ-સમાજના હિતકારી કાર્યો તેમજ સંત-સતીજીઓની વૈયાવચ્ચ ર્એ રોયલપાર્ક  સનકવાસી જૈન યુવા ગ્રુપની સપના કરવામાં આવતાં હર્ષનાદ છવાયો હતો.

સવંત્સરીના દિવસે હજારો ભાવિકોને પ્રતિક્રમણની આરાધના કરાવનાર સેજલભાઈ કોઠારી તથા જયેશભાઈ મહેતાનું સન્માન કરવામાં આવ્યું હતું.

સર્વત્ર જયકાર ગૂંજી ઉઠ્યો હતો આ અવસરે જયારે ૨૫ સંયમી તપસ્વી આત્માઓ તપસ્વી મહાસતીજીઓને શાલ અર્પણ કરીને વીણાબેન શેઠ પરિવાર દ્વારા અહોભાવી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.અઠ્ઠાઈ તપના આરાધક ચેતનમુનિ મહારાજ સાહેબનું તપસ્વીરત્નની શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સર્વ ભાવિકોનાં ગૌતમ પ્રસાદનો લાભ કેતનભાઈ નવીનચંદ્ર શેઠ પરિવાર તરફી લેવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.