- ‘ભાર’ વિનાનું ભણતર?
- વર્ષ 2015માં રૂ.280 કરોડની સામે, શૈક્ષણિક લોનનું વિતરણ નાણાકીય વર્ષ 2024માં રૂ.1,951 કરોડની ઉચ્ચ સપાટીએ પહોંચ્યું
વિદેશી શિક્ષણ માટેની ગુજરાતીઓની આકાંક્ષા વધુ ને વધુ ઉગ્ર બની હોવાથી ભારત અને વિદેશની ખાનગી યુનિવર્સિટીઓની ફી પણ ઉતરોતર વધતી જાય છે. જેના પરિણામે, છેલ્લા એક દાયકામાં એજ્યુકેશન લોન લેનારાઓની સંખ્યામાં 79%નો વધારો થયો છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી ગુજરાતના તાજેતરના અહેવાલ મુજબ, લગભગ 21,810 ઉમેદવારોએ એફવાય 2024માં એજ્યુકેશન લોન માંગી હતી, જે એક દાયકા પહેલા નાણાકીય વર્ષ 2015માં 12,152 હતી. આ સમયગાળા દરમિયાન એજ્યુકેશન લોન લેનારાઓ અને વિતરણ બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે.
નાણાકીય વર્ષ 2015માં રૂ.280 કરોડની સામે, શૈક્ષણિક લોનનું વિતરણ નાણાકીય વર્ષ 2024માં રૂ.1,951 કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું, જે 10 વર્ષના સમયગાળા દરમિયાન 596% વધારે છે. એટલે હવે ભણતર બન્યું ‘ભાર’વાળું.?!! કેમ કે એજયુકેશન લોનની નાદારીમાં 79 ટકા નો વધારો થયો છે. ગત વર્ષમાં જ એજ્યુકેશન લોનનું વિતરણ 55% વધ્યું છે. વિદેશી શિક્ષણ નિષ્ણાતો આ વધારાનું કારણ વિદેશી શિક્ષણ ઇચ્છુકોની વધતી સંખ્યા, વધુ યુનિવર્સિટીઓએ ભારતીય વિદ્યાર્થીઓ માટે દરવાજા ખોલી રહ્યા છે, ભારત અને વિદેશ બંનેમાં ખાનગી યુનિવર્સિટીઓમાં વધી રહેલી ફી અને કામની તકોની વધુ સારી સંભાવનાઓને આભારી છે. કે.આર. મંગલમ યુનિવર્સિટી, શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે જાણીતી છે,યુજી અને પીજી પ્રોગ્રામ માટે 100% સુધીની શિષ્યવૃત્તિ આપે છે. તે વિદ્યાર્થીઓ માટે યુરોપના અભ્યાસ પ્રવાસને પણ પ્રાયોજિત કરે છે.