ભારત દેશ જે સોને કી ચિડિયા તરીકે ઓડખતો એજ દેશ બે સદી (200 વર્ષ) સુધી અંગ્રેજોનો ગુલામ બનીન રહ્યો. દેશની અઢરક સંપતિ લુટાઇ ગઈ અને બધાજ અંગ્રેજો નો હુકમ માણવા લાગ્યા,દેશમાં ઘણા લોકો આવ્યા જેના અંગ્રેજો સામે લડાઈ આપી ભગત સિંહ, આઝાદ , સુખદેવ જેવા વીરોએ પોયની જાણ આપી દીધી પરંતુ અંગ્રેજો ભારત છોડીને ગયા નહીં આવી રીતે ઘણા મહાન વીરોએ આંદોલન કર્યું છતાં પણ ભારતને આઝાદી મળી નહીં. ત્યારે મ્હાતમાં ગાંધીએ ૮ ઓગસ્ટ ૧૯૪૨ના ભારત છોડો આંદોલન કર્યું (Quit India Movement) .
૮ ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે ઓળખતા મુંબઈના ગોવલિયા ટાંક મેદાનમાં મહાત્મા ગાંધી દ્વારા ભારત છોડો આંદોલન શરૂ કરાયું હતું, તેઓ અન્ય નેતાઓ સાથે ૮ અને ૯ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ આ મેદાનમાં ભેગા થયા હતા. આ દિવસે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતીની બેઠક યોજાઇ હતી. જેમાં ગાંધીજીએ એક નારો આપ્યો હતો ‘કરેંગે યા મરેંગે’ આ નારા ઉપરથી ગાંધીજીનું કેહવાનું એમ હતું કે તમે અહિંસાથી લડાઈ લડો પોતાના હક ની લડો અને અંગ્રેજો ને દેશની બહાર કરો પણ લડાઈ એવી લડો કે તમે મરો તો શાહિદના નામે ઓડખાવ.
મહાન નેતા સામેલ થવાની યાદી
મોહનદાસ કરમચંદ ગાંધી, જવાલહાર નેહરૂ, અસોક મેહતા, જયા પ્રકાશ નારાયણ અને સુભાસ ચંદ્ર બોસ જેવા મહાન નેતા સામેલ થયા હતા.
આંદોલનનું પરિણામ
આ આંદોલનનું પરિણામ એ આવ્યું કે કોંગ્રેસને ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું અને દેશભરમાં તેની કચેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા. નેતાઓની ધરપકડ કરવામાં આવી.
ત્યારે ભારતમાં જાહેર સભાઓ અને વિધાન સભા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ આંદોલનમાં ગાંધીજી અને અન્ય કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી જેના કારણે દેશના લોકો રોસે ભરાયા હતા અને દેખાવ કર્યો હતો.
આ આંદોલનેને લીધી હજારો લોકોની જાન ગઈ અને ઘાયલ થયા હતા અનેક જગ્યા પર હડતાલ કરવામાં આવી હતી, જ્યારે એક લાખ થી વધુ લોકોને કેદ થઈ હતી. આ આંદોલનને ક્રાંતિ દિવસ તરીકે ઓડખાવામાં આવે છે. આંદોલનમાં ગાંધીજી અને અન્ય નેતાઓ એ સ્વતંત્રતા માટે માંગણી કરી હતી અને અંગ્રેજોને પોતાન દેશ જવા માટે કહ્યું હતું.
આ આંદોલન નિષ્ફળ થવા છતાં પણ મહત્વ બની ગયું.
આ આંદોલન નિષ્ફળ થયું પરંતુ એનું મહત્વ એ છે અંગ્રેજો માટે એક મહત્વનો મુદો બની ગયો અને વિચાર કરવા માટે મજબૂર થય ગયા. આ આંદોલનથી અંગ્રેજો સમજી ગયા હતા કે ભારતના લોકો પીછે હટ નહીં થયા.