ભણતરની કોઈ ઉમર નથી હોતી !!
અનેક અવરોધો વચ્ચે શિક્ષણની ભૂખ પ્રબળ બની
કહેવાય છે કે ભણતરની કોઈ ઉંમર નથી હોતી. ત્યારે આવો જ એક કિસ્સો મિઝોરમના ચંપાઈ જિલ્લામાં જોવા મળ્યો છે. જેમાં 78 વર્ષના ભાભા દરરોજ ત્રણ કિલોમીટર ચાલી નવમા ધોરણમાં અભ્યાસ મેળવવા શાળાએ પહોંચે છે. 1945માં જન્મેલા આ વયો વૃદ્ધ વ્યક્તિએ નાનપણમાં જ પોતાના પિતાને ગુમાવી દીધા હતા અને ઘરનું ગુજરાન અને માતાની દેખરેખ કરવા માટે તેમના દ્વારા અથાગ મહેનત અને પરિશ્રમ કરવામાં આવ્યો હતો પરિણામ સ્વરૂપે જે શિક્ષણ મેળવવું જોઈ તે મેળવી શક્યા ન હતા.
ખરા અર્થમાં શિક્ષણની ભૂખ ના કારણે તેઓ 78 વર્ષે પણ શાળામાં ધોરણ નવ માં પ્રવેશ મેળવ્યો છે અને ત્રણ કિલોમીટર સુધી શાળાએ ચાલીને તેઓ અભ્યાસ મેળવી રહ્યા છે. આજે પણ યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોડ રસ્તાની સુવિધા સારી ન હોવા છતાં પણ તેઓ અનેક તકલીફો વેઠી ને શાળાએ અભ્યાસ અર્થે જાય છે. અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરવા છતાં પણ તેઓએ તબક્કા વાર અભ્યાસ લેવાનું શરૂ કર્યું હતું. આ પૂરતો અભ્યાસ મેળવ્યા છતાં પણ તે ચર્ચમાં ચોકીદાર તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે.
લાલરિંગથારા નામના વૃદ્ધે ધોરણ આઠ ની પરીક્ષા પાસ કરી હતી અને ધોરણ નવમાં પ્રવેશ મેળવ્યો હતો. આ અંગેની જાણ શાળા સંચાલકોને થતા સંચાલકો દ્વારા તેઓને પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ આપવામાં આવ્યો હતો હાલ તે આ ઉંમરે પણ ઇંગલિશ ભાષામાં જ્ઞાન મેળવવા માટે મહેનત કરી રહ્યા છે ત્યારે તે વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે શિક્ષણને કોઈ ઉંમર નથી હોતી.