૩ ઈંચ વરસાદમાં વીજ કંપનીની પ્રિ-મોન્સુન કામગીરી ધોવાઈ: શહેરમાં ઠેર-ઠેર વીજળી ગુલ તા અંધારપટ્ટ સર્જાયો: વીજ અધિકારીઓમાં દોડધામ પીજીવીસીએલના ડિવીઝનના સૌી વધુ ૫૦ ફીડરો બંધ મવડી, પુનિતનગર સહિતના વિસ્તારોમાં આખી રાત લાઈટ ન આવી: દશેરાએ જ વીજ કંપનીનો ઘોડો ન દોડયો
રાજકોટમાં ગઈકાલે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી તા માત્ર ૨ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકયો હતો. અચાનક ભારે પવન અને વીજળીના કડાકા સો આવેલા ધોધમાર વરસાદના કારણે પીજીવીસીએલના આખા શહેરમાં ૭૭ ફિડરો બંધ પડી જતા ચારેબાજુ અંધારપટ્ટની સ્થિતિ સર્જાઈ હતી. મોસમના પ્રમ વરસાદમાં પીજીવીસીએલના ફીડરો ટપોટપ બંધ પડી જતા વીજ કંપનીનો ઘોડો દશેરાએ જ ન દોડયો હોવાની સ્થિતિ નિર્માણ પામી હતી.
રાજકોટમાં ગઈકાલે સાંજે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવ બાદ એકાએક વીજળીના કડાકા-ભડાકા સો મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરતા વીજ તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી ઉપર મેઘરાજાએ પાણી ફેરવી દીધું હતું. શહેરમાં ચારેબાજુ પાણી ભરાયાની અને વીજળી ગુલ યાની ધોધમાર ફરિયાદો વીજ કંપનીના અને કોર્પોરેશનના કસ્ટમર કેરમાં ઈ હતી. સાંજે ૭ વાગ્યાી લઈને મોડી રાત્રી સુધી શહેરના ઘણા બધા વિસ્તારોમાં વીજળી ગુલ ઈ હતી.
વીજ વર્તુળમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલે વરસાદના કારણે પીજીવીસીએલના સિટી ડિવિઝન-૩ના સૌી વધુ ૫૦ ફિડરો બંધ પડી જતા મવડી અને પુનિતનગર સહિતના વિસ્તારોમાં આખી રાત લાઈટ ન આવતા લોકો ગરમીમાં પરસેવે ન્હાયા હતા. જયારે સિટી ડિવિઝન-૧માં ૧૫ અને સિટી ડિવિઝન-૨માં ૧૨ ફિડરો બંધ પડી ગયા હતા. શહેરના લક્ષ્મીનગર, કાલાવડ રોડ, રેલનગર, જંકશન સહિતના ૭૦ ટકા રાજકોટમાં ગઈકાલે પ્રમ વરસાદમાં જ વીજળી ગુલ ઈ જતા અંધારપટ્ટની સ્થિતિ સર્જાઈ હતી.
મેઘરાજાની અચાનક ધમાકેદાર એન્ટ્રીી વીજ તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી પણ ખોરવાઈ ગઈ હતી. ભારે વરસાદના કારણે એક પછી એક ફિડર ટપોટપ બંધ પડી જતા. પીજીવીસીએલના અધિકારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. કેટલીક જગ્યાએ વીજ કંપનીની લાઈન ઉપર ઝાડ પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો.
ખુદ પીજીવીસીએલના ગ્રાહક સેવા કેન્દ્રનો ‘ફયુઝ’ ડુલ
રાજકોટમાં ગઈકાલે સાંજે વીજળીના કડાકા સો અને ભારે પવન સો આવેલા ધોધમાર વરસાદના કારણે ૭૦ ટકા વિસ્તારોમાં વીજળી ગુલ ઈ ગઈ હતી. વીજ કંપનીના ૭૭ ફિડરો બંધ પડી જતા ચારેબાજુ અંધારપટ્ટની સ્િિત સર્જાઈ હતી. એવા સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીી ખુદ પીજીવીસીએલના જ ગ્રાહક સેવા કેન્દ્રનું ફયુઝ ડુલ ઈ જતા ગ્રાહકોની લાખ કોશીષ છતાં કસ્ટમર કેરના નંબર ન લાગતા દેકારો મચી ગયો હતો. ભારે વરસાદી વીજ કંપનીના ફિડરો બંધ ઈ જવાની સો પીજીવીસીએલની હેલ્પલાઈન પણ બંધ ઈ જતા ગ્રાહકો નોધારા બન્યા હતા. વીજ કંપનીના ટોલ ફ્રિ હેલ્પલાઈન નંબર સતત બંધ રહ્યો હતો.